________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[૩] ज्ञानदर्शनचन्द्रार्क-नेत्रस्य नरकच्छिदः। सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ? ॥ ६ ॥
જ્ઞાન-દર્શન સ્થાનીય ચંદ્ર-સૂર્યરૂપ નેત્રવાળા, નરકરૂપ અસુરને છેદવાવાળા અને સુખ-સાગરમાં મગ્ન રહેનારા ગી સંન્યાસી–ત્યાગી મુનિને હરિ–
વિથી શી ન્યૂનતા છે? કશી . ન્યૂનતા નથી, ઊલટી અધિકતા છે. ૬.
જ્ઞાન-વિશેષધરૂપ અને દર્શન–સામાન્યધરૂપ ચન્દ્રમાં અને સૂર્ય જેનાં નેત્ર છે એવા, નરકગતિનો નાશ કરનારા અને સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા ચગીને કૃષ્ણ કરતાં શું ઓછું છે? કંઈ પણ ન્યૂન નથી. .. या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी।।
मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका ॥ ७॥
બ્રહ્માની બાહ્ય સૃષ્ટિ બાહ્ય વસ્તુઓની અપેક્ષાવાળી છે અને બહારની કોઈ જડ-વસ્તુની અપેક્ષા વગરની મુનિની અંતરગુણની સૃષ્ટિ તે કરતાં ચઢિયાતી છે. ૭.
જે બ્રહ્માની સૃષ્ટિ બાહ્ય પ્રપંચગોચર (બાહ્ય જગત સંબન્ધી) અને બાહ્ય કારણની અપેક્ષાને અવલખે છે અને મુનિની અંતરંગ ગુણની સૃષ્ટિ–રચના પરની અપેક્ષા રહિત છે, તેથી તે બ્રહ્માની સૃષ્ટિથી અધિક છે. અહીં ઉપમાનથી ઉપમેય અધિક છે.
रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ॥ ८॥