________________
[ ૬૦ ]
શ્રી કપૂરવિજયજી
સ્વક વ્યપ્રેરક સૂક્તવચના
૧. પ્રથમ વયમાં ( બાળપણમાં ) જેણે વિદ્યા સંપાદન કરી નહિ, બીજી વયમાં ( જુવાનીમાં) જેણે ધન પેદા કર્યું નહિ અને ત્રીજી વયમાં જેણે ધર્મનું સેવન–આરાધન કર્યું. નહિ તે ચેાથી વૃદ્ધવયમાં શું કરી શકવાના ? તેની જિંદગી થા-નકામી ગયેલી સમજવી.
૨. નિરુદ્યમી, આળસુ, નસીબ ઉપર જ આધાર રાખી રહેનાર અને પુરુષાર્થ હીનને લક્ષ્મી વરતી નથી. જેમ વૃદ્ધપતિને સેવવા પ્રમદા–જુવાન સ્ત્રી ચાહતી નથી તેમ ચેાગ્યતા વગરના-નાલાયક નરને લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. ઉદ્યમી, ચંચળ, કા દક્ષ, ઉત્સાહી અને ખંતીલા વિરલા નરાને જ લક્ષ્મી વરે છે.
૩. કેસરીસિંહ જેવા પરાક્રમી પુરુષ કદાચ દૈવયેાગે કઇક સ્ખલિત થયેા હાય, તે તેથી તે નિરાશ બની જતા નથી તેમ જ પુરુષાર્થ હારી જતા નથી, પરંતુ ધૈર્ય અને હિંમત રાખી, ખંતી ચેાગ્ય પુરુષા સેવી, સાવધાનપણે ઇચ્છિત કા સાધી લે છે. નાહિંમત થઇ પાછી પાની કરતા નથી.
૪. તથાપ્રકારની સામગ્રી વિદ્યમાન નહિ છતાં, સુખમાં કે દુ:ખમાં અને નીચ સેાખતમાં પણ જે સત્ય ધર્મના અનાદર કરતા નથી–તેનું યથાર્થ પાલન કરે છે તેને જ ખરેખર દૃઢધમી અને પ્રિયધી સમજવા.
૫. વખતની કિંમત જે ખરાબર સમજી શકે છે તે પેાતાના અમૂલ્ય સમય અલેખે કેમ જવા દેશે ?