________________
લેખ સંગ્રહ : ૫ :
[ પ પ ] ૫. હિતશિક્ષા જેને રુચતી નથી તેને દુ:ખદાયક દોષરૂપી રોગ દૂર થઈ શકતો નથી.
૬. મોટા(કુલીન)નું દુઃખ મેટા (કુલીને) જ ટાળી શકે. જે અન્યનું દુઃખ ટાળવા સશક્ત હોય તે જ કુલીન-મોટા સમજવા.
૭. મોટા મનુષ્યએ મુખ–મલિનતા ને હૃદયની કઠોરતા તજી દેવી. ઉદારતા ને ગંભીરતા વાપરે તેને જ મોટા-કુલીન સમજવા.
૮. સજન અને દુર્જનને સરખા ગણવા તે ગેળ અને ખેળ સરખા ગણવા બરાબર છે.
૯. આડંબરથી મહી અવગુણીમાં રંગાવું નહિં. ગાયનાં દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી કદાપિ ન મળે.
૧૦. માયાવી-કપટીને શિખામણ દેવી તે નાકકટ્ટાને દર્પણ દેખાડવા જેવું છે.
૧૧. મોટા-ઉદાર દિલવાળાનું અભિમાન શીતળ અને મિષ્ટ વચનથી ગળી જશે–શાંત થઈ જશે.
૧૨. સમયને વિચારી અવસરચિત પ્રિય અને પથ્ય ( હિત-મિત ) સત્ય વચન વદવું.
૧૩. ધ અને અહંકાર ઉપજાવે એવાં વચન વદવાથી ક્રોધાદિકની શાંતિ શી રીતે થશે ?
૧૪. કાંબળ ભીંજાયાથી જેમ તેમાં ભાર વધે છે તેમ હઠકદાગ્રહ વધવાથી આત્મા કર્મથી ભારે થાય છે તેથી તેવું વર્તન સુજ્ઞજનેએ ન કરવું.