________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૭. શરીર–આરોગ્ય સારું સચવાય તે ચિત્ત પ્રસન્ન રહે છે અને ચિત્તની પ્રસન્નતાથી સુખશાંતિમાં વધારો થઈ શકે છે તથા ધર્મ સાધન પણ અનુકૂળતાથી થઈ શકે છે, જેથી પરિણામે પરભવ પણ સુધરી શકે છે.
૧૮. શરીરનું આરોગ્ય ટકાવી રાખવા ઈન્દ્રિયનિગ્રહ, કંધાદિક કષાયનિગ્રહ, મન, વચન, કાયનિગ્રહ અને હિંસાદિક પાપનિગ્રહ અવશ્ય કર્તવ્ય છે.
૧૯. સંયમ અથવા આત્મનિગ્રહ જ સર્વ સુખ-શાંતિનું મૂળ જાણી તેની રક્ષા અને પુષ્ટિ થાય તેમ આળસ–પ્રમાદ રહિત વર્તવું તે સર્વથા ઉચિત છે
૨૦. ઇંદ્રિય, વિષય અને કષાયને પરવશ થવાથી, મન, વચન, કાયાને મેકળાં મૂકવાથી તથા હિંસાદિક પાપમાં રત રહેવાથી અનિષ્ટ પરિણામ જ આવે છે.
૨૧. આત્મનિગ્રહને જ ખરી ઉન્નતિનું પ્રબળ સાધન ગણું સુખના અથી જનેએ તે સેવવા સદા ય લક્ષ રાખવું.
(આ. પ્ર. પુ૧૭, પૃ. ૨૭૯. ) જૈન તેમ જ જૈનેતર દયાળુ જનને ભક્ષ્યાભઢ્યા
ખાનપાન સંબંધી થોડીક સૂચનાઓ. ૧. માંસ, મદિરાને ધિક્કારનારાઓ પણ આજકાલ છૂટથી વિદેશી દવાદિકને ઉપયોગ કરતા દેખાય છે. તેમાં કેવી કેવી ભ્રષ્ટ વસ્તુઓ આવે છે તેનું જે પૃથક્કરણ કરવામાં આવે તે કમળ હૃદય ઉપર ભાગ્યે જ અસર થયા વગર રહે. દાખલા તરીકે