________________
[ ૪૪]
શ્રી કપૂરવિજયજી ૧૪. સહુએ સ્વજીવનતત્વને ટકાવી રાખવાની અને સદ્વિવેકવડે તેને સફળ-સાર્થક કરી લેવાની કળા શીખી લેવી જોઈએ.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૧૯ )
આરોગ્ય સાચવવા અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય નિયમ અને તેથી થતા કંઈક અવાંતર ફાયદા,
૧. સુખે પચી શકે એવો સાદો અને સાત્વિક, નિર્દોષ વનસ્પતિ રાક નિયમિત વખતે માફકસર સુધાને શાંત કરવા, તેમ જ ક્ષીણતા દૂર કરવા લેવો જોઈએ.
૨. લેવામાં આવતો ખોરાક કઠણ હોય તો તેને ખૂબ ચાવીને પાણી જેવા કર્યા પછી જ ગળે ઉતારે જોઈએ.
૩. દૂધ જે પ્રવાહી ખોરાક હોય તે તેને પણ ધીમે ધીમે કઠણ પદાર્થની પેઠે મોઢામાં થોડો વખત મમળાવ્યા બાદ જ ગળે ઉતારે જોઈએ.
૪. પાચનક્રિયા બરાબર સતેજ થાય એટલા પુરતી શરીર મહેનત કરવા જરૂર લક્ષમાં રાખવું જોઈએ.
પ. ખુલ્લી, સ્વચ્છ હવા પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ. ૬. શુદ્ધ, સ્વચ્છ જળ ખાનપાનમાં વાપરવું જોઈએ.
૭. સૂર્યાદિકને પ્રકાશ સારી રીતે આવી શકે એવા સ્થળમાં નિવાસ કરે જોઈએ.