________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૩ ]
કરીએ અને પાપી, નીચ, નિ ંદ્ય કામ કરનાર સાથે પ્રીતિ માંધી પાપાચરણને પુષ્ટિ આપીએ, એ બધાં અસંયમવડે સુખ, શાંતિ પામી ન જ શકીએ, એ સ્પષ્ટ સમજી સંયમ સેવવે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૪૯. )
મન અને ઇંદ્રિયદમન કરવાની અતિ ઘણી જરૂર
મન પારા જેવું અથવા પવન જેવું અતિ ચંચળ, ચપળ વેગવાળું હાવાથી તેને ક્રમવુ વધારે મુશ્કેલ પડે છે, પણ તેને દમવાની જરૂર તા છે જ. સંકલ્પ અને વિકલ્પરૂપ ઘેાડાઆવડે તે અત્યંત વેગવાળું બનતુ જાય છે. રાગ, દ્વેષના પ્રમાણમાં તે સંકલ્પ, વિકલ્પા ઊઠે છે, વધે છે કે મંદ પડે છે. જીવ-આત્મા જેવાં સારાં નરસાં નિમિત્ત મેળવી, શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તેવા રાગદ્વેષના પરિણામથી સંકલ્પવિકામાં ફેરફાર થયા કરે છે. પૂર્વના જન્મામાં કોઇ રુડાં કર્મ( પુન્ય )સાગે જ્ઞાની પુરુષના ઉપદેશથી કે સહજ આત્માની પ્રેરણાથી સારા કૃત્યા ભાવથી કર્યા હાય, તે નાં ફળપરિપાક તરીકેજ આ વર્તમાન ભવમાં–મનુષ્યજન્મમાં મનગમતી ( અનુકૂળ ) શુભ સામગ્રી પામી શકાય છે. તેના અત્યારે જેવા સારા કે નરસે ઉપયાગ કરવામાં આવે તેના ઉપર જ આપણાં ભવિષ્ય( શુભાશુભ )નુ નિર્માણ થઈ શકે છે. પાંચે ઇંદ્રિયા પરવડી ( પૂરેપૂરી સુંદર ), શરીર નિરોગી, સત્યાસત્ય, હિતાહિત, લાભાલાભ અને ગુણદોષાદિકને બરાબર પારખવાની કળા ( સમજશક્તિ ), ઉપરાંત દીર્ઘ-લાંબુ આયુષ્ય, સારા જ્ઞાની અને સદાચરણી સજ્જનાના સંગ
૩