________________
[ ૨૮ ]
શ્રી કપૂરવિજયજી ગૌતમસ્વામી જેવા સુગ્ય સમર્થ પુરુષોએ ઉત્તમ ગુણ યોગે ધારણ કરેલી પદવી તથા પ્રકારની લાયકાત વગર જેવા તેવા જી જીરવી શકે? કાચ પારો ખાવાથી ખાનારને જેમ નુકસાન કરે છે તેમ પાત્રતાહીનને પદવી લાભને બદલે નુકસાનકારી જ થાય છે.
આગલા વખતમાં સુગ્ય જીવને જ અનુક્રમે આચાર્યાદિક પદવી આપવાની સંભાળ સારી રીતે રાખવામાં આવતી હતી, તેથી તે સ્વપરને લાભકારી જ થતી હતી, પરંતુ અત્યારે આચાર્યાદિક પદવી પ્રદાન તે પ્રકારની યોગ્યતા કે અનુક્રમ વગર ગમે ત્યારે સ્વેચ્છાપૂર્વક કરવામાં આવે છે તે બહુ વિચારણીય છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૭ર. ] સામાયિક-સમભાવ–સમતાપ્રાપ્તિ ઉપાય. શ્રુતસામાયિક, સમકિત સામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક-એમ ચાર પ્રકારે સામાયિક હેઈ શકે છે. શ્રુત-શાસ્ત્રાભ્યાસવડે, શમ–સંવેગ-નિર્વેદ–અનુકંપા અને આસ્તિકય લક્ષણ સમ્યકત્વવડે, સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી પ્રમુખ તજવા વડે અને સર્વથા હિંસાદિક પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાવડે સાધ્યદષ્ટિવંત જીવને સમતા–સામાયિકનો લાભ થાય છે. બાહ્યદષ્ટિવાળા જીવ તે અપૂર્વ લાભ મેળવી શકે નહિ. સર્વવિરતિવંત સાધુ જનેને જિંદગી પર્યતનું સામાયિક હોય છે અને દેશવિરતિવંત શ્રાવકને તે કમમાં કમ બે ઘડીનું હોય છે. આત્મલક્ષથી તેમાં જેટલો વધારે સમય લેવાય તેથી અધિક લાભ જ થાય છે; હાનિ થતી નથી. જ્યાં સુધી શ્રાવક