________________
[ ૨૪ ]
શ્રી કપૂરવિજયજી છે. વળી તે નવી નવી રૂડી વિજ્ઞાનકળા પ્રગટાવે છે, જેથી કઈ પણ સ્થળે પરાભવ નહિ પામતાં સર્વત્ર જયલક્ષમી પ્રાપ્ત થાય છે, અજ્ઞાન-મિથ્યાત્વરૂપ અંધકાર દૂર કરી જ્ઞાન-પ્રકાશ પ્રસારે છે, જેથી સ્વાત્મગત અનંતવીર્ય–શક્તિનું યથાર્થ ભાનશ્રદ્ધા પ્રગટ થતાં, સ્વવીશક્તિને ઉપગ ઉત્તમ પ્રકારના સંયમયેગનું યથાર્થ પાલન કરવાવડે, અનંતી આત્મઋદ્ધિ સંપાદન અથે કરી લેવામાં આવે છે. આ રીતે સંત-સુસાધુ જનની સેવા–ભક્તિ-ઉપાસના અકૃત્રિમ (સાચા સ્વાભાવિક) સુખના અથી મુમુક્ષુ જનોને છેવટે અક્ષય-અનંત-અવિનાશી સુખશાંતિ આપવા સમર્થ બને છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૧. ]
સદ્દગુરુ–સત્સંગ મહિમા ૧ સશુરુની કૃપાથી જડ જે શિષ્ય પણ જ્ઞાની–પંડિત બનીને પિતે કલ્યાણભાગી થાય છે અને અન્યને સદભાગી કરે છે.
૨. મલયાચળની સુવાસથી અન્ય ખડાં (વૃક્ષ) પણ ચંદનરૂપ બની જાય છે તેમ શુદ્ધ ચારિત્રસંપન્ન સદગુરુના સંગથી મલિન વાસનાવાળા જી પણ સુધરી સુવાસિત થાય છે.
૩. પારસમણિના સંગથી જેમ લોહ સુવર્ણરૂપ થઈ જાય છે, તેમ સંત-મહાત્માના સમાગમથી ( તેમના પ્રસાદથી ) જીવનું કલ્યાણ થઈ જાય છે.
૪. વેધક રસના સ્પર્શથી જેમ તાંબુ સુવર્ણરૂપ થઈ જાય છે તેમ સંત–સુસાધુ જનની સેવા-ભક્તિથી ભક્તોનું કલ્યાણ થાય છે.