________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧ ] રૂપી હાથી ઉપરથી નીચે ઉતરી, નમ્રતા ધારણ કરી, એ મહાનુભાવ મુનિવરેને સદ્ભાવથી નમન-વંદન કરવું અને હિતકારીકલ્યાણકારી જ છે, એમ નિશ્ચય કરી, કાઉસગ્ગ પારી, પગ ઉપાડી, પ્રભુ પાસે જવા ચાલતાં તે મહામુનિને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેવા કેઈ ઉત્તમ ગુણવગર મિથ્યાભિમાનવડે દુઃખી થનારા જીવને આના કરતાં બીજા દષ્ટાંતની ભાગ્યે જ જરૂર પડશે. લઘુતા ત્યાં જ પ્રભુતા વસે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૭. ]
સંત-સાધુ જનની સેવાથી લાભ શી રીતે લઈ શકાય?
જેમ મિષ્ટ અને નિર્મળ જળનું સેવન કરવાથી દાહની શાંતિ, તૃષાને ઉચ્છેદ અને મળની શુદ્ધિ થાય છે તેમ જગમાં તીર્થરૂપ સંત-સાધુનું સેવન કરવાથી કષાયદાહ ઉપશાન્ત થાય છે-ક્રોધાદિક કષાયતાપ ટળે છે, વિષયાદિક તૃષ્ણા શાંત થાય છે–સંતોષ વળે છે તથા રાગ, દ્વેષ અને મહાદિક મહાદેષરૂપ મળ દૂર થાય છે. સંતસેવા કલ્પવૃક્ષની જેવી સુખદાયી છે, શુદ્ધનિષ્ઠાથી સંત-સુરપાદપની સેવા કરનારને અમૃત ફળની પ્રાપ્તિ થાય છે, તેમની છાયા પણ શીતળતા ઉપજાનારી અને પાપ-તાપને નિવારનારી હોય છે. એવા ઉત્તમ વિરલ સંત મહાત્માઓની સેવા કોઈ વિરલ ભાગ્યશાળી અને જ પામી શકે છે.
એવા ઉત્તમ સંત-સાધુ મહાત્માની સેવા પામીને જે તેમનામાં પ્રગટેલા ક્ષમા, મૃદુતા, સરલતા, સંતેષાદિક ઉત્તમ