________________
લેખ સંગ્રહ : ૧ :
[ ૧૩ ] એકાન્ત હિતકારી દેવગુરુની આજ્ઞાને અનાદર કરી વેચ્છા મુજબ ચાલનાર ગમે તેટલો બાહ્યાડંબર કરે છતાં તે તેને કેવળ કલેશરૂપ થાય છે.
આત્મોન્નતિ કરવા ઈચ્છનારે સ્વેચ્છાચાર તજ જ જોઈએ. મદ–કેફ-રતિ તજવી જ જોઈએ. વિષયલાલસા, કષાય–અંધતા, આળસ, એદીપણું અને નકામી કુથલી કરવાની કુટેવને તિલાંજલી આપવી જ જોઈએ. પિતાનામાં જડ ઘાલીને રહેલા અનેક દુર્ગણોને ટાળવા તથા અનેકાનેક સદ્દગુણ પ્રાપ્ત કરવા અને ખીલવવા સતત પ્રયત્ન કરવો જ જોઈએ. તુચ્છ-ક્ષણિક સુખનો મેહ તજી, ખરૂં શાશ્વત મોક્ષસુખ મેળવવા જ મર્થન કરવું જોઈએ. ગતાનુગતિકતા તજી પરમાર્થ દષ્ટિ આદરવી જોઈએ. મૈત્રી, કરુણા, મુદિતા અને મધ્યસ્થતારૂપ સદ્દભાવનાથી સ્વહૃદયકમળને સદા ય વાસિત કરી રાખવું જોઈએ. ખરો હેતુ સમજી એકચિત્તથી ધર્મકરણ યથાશક્તિ નિયમસર કરવી જોઈએ. ઉચ્ચ આદર્શ નજર આગળ રાખી, શાસ્ત્રાજ્ઞાને માન આપી નમ્રપણે આત્મોન્નતિ સાધવા અને બની શકે તેટલું અન્ય જિનેનું પણ હિત કરવાના ખપી થવું જોઈએ.
[આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૪૬.]
અને માતા
અને
સહૃદય અને સકર્ણ સજજનોને સાગ્રહ સૂચના. હાલા બંધુઓ અને બહેન !
તમે તમારા અંગત સ્વાર્થની ખાતર પુષ્કળ પૈસે ખર્ચો છે, પરિશ્રમ ઉઠાવે છે અને વખતને પુષ્કળ વ્યય કરે છે,