________________
[ ૩૨૦ ]
શ્રી કરવિજયજી વર્તનથી ઘરમાંનાં સહુ કોઈ રાજી-પ્રસન્ન રહે છે, તેથી તેમનો ઉત્સાહ વધતું જાય છે. અનુક્રમે તેવા પ્રેમનો વિસ્તાર કુટુંબ, જ્ઞાતિ, દેશ, સમાજ પ્રત્યે અધિકાધિક કરતાં અને તેના સુમધુર ફળ-પરિણામ મળતાં વસુધૈવ કુટુંબકમ્ એવી વિશ્વભાવના તેમનામાં પ્રગટે છે, એમ પૂર્વ મહાપુરુષોનાં તેમ જ વર્તમાન કોઈ વિરલ મહાત્માઓનાં ચરિત્રો ઉપરથી જોઈ-જાણી-સમજી શકાય છે. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः ॥
સર્વ જગતના જીવનું કલ્યાણ-મંગળ થાવ! સર્વ જી પરોપકારરસિક બનો ! અહંતા-મમતા કહે કે રાગ, શ્રેષ, મહાદિક દોષ જેને લઈને જે અનેક પાપાચરણ કરતા રહે છે તેને લેપ થાવ ! અને સર્વત્ર સહુ કેઈ સુખી થાવ !! એવી ઉદાર ભાવના વિભાવનાનું જ પરિણામ લાગે છે. તેમ જ “સર્વ કઈ સુખી થાઓ ! સર્વે કેઈ નિરોગી થાઓ ! સર્વે કઈ મંગળને પામે! કઈ પણ દુઃખ ન પામે અથવા દુ:ખના કારણરૂપ પાપાચરણથી ડરતા રહે ! આવી આવી ઉદાત્ત ભાવનાઓ તથાવિધ શુદ્ધ-નિઃસ્વાર્થ વિશ્વભાવનાવાળા હૃદયમાંથી જાગવા પામે છે. એવી હૃદયપશી ભાવનાભર્યા વચનને મર્મ વિચારી આપણે આપણું શુદ્ર સ્વાર્થ બુદ્ધિને તજતા શિખવું અને નિજ ઘરેથી મૈત્રી ભાવનાનો આદર કરી અનુક્રમે તેનો વિસ્તાર કરતાં રહી યાવતુ આપણામાં વિશ્વભાવના પ્રગટે એમ કરવું.
મૈત્રીભાવનાને સ્વીકાર કરવો યુક્ત છે. અન્યના કેધને ક્ષમા-સમતા ગુણથી જીત, દુષ્ટ-દુર્જનને સજજનતાથી જીત, સૂમ-કૃપણને દાનગુણથી જીતવો અને