________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી સ્થળે ચઢી પૃપાપાત કરે, નેકરને દંડી ભેગવિલાસ કરે, દુઃખી હાલતમાં કર્મ ઉપર આશા રાખી બેસી રહેવું અથવા બંધુને આશ્રય માગ, પોતે પોતાના ગુણનું વર્ણન કરવું, બોલીને પિતે જ હસવું, જેનું તેનું જે તે ખાવું-આ ઉપર વર્ણવેલાં વિરુદ્ધ કામ કરવાં એ સઘળાં મૂર્ખતાનાં ચિહ્ન સમજી સુજ્ઞજનેએ અવશ્ય તજવાં–પરિહરવાં.
૧૯. ન્યાયપાર્જિતદ્રવ્યને ખપ કરે, દેશ વિરુદ્ધ અને કાળ વિરુદ્ધ ચર્ચા, ગમનાગમન તજે, રાજાના દુશ્મને સાથે સંગતિ ન કરે અને (ગમે તેવાં નબળાં પણ) ઘણા લોકો સાથે વિરોધ ન કરે. - ૨૦-૨૪. સરખા કુળ અને આચારવાળા અન્યત્રીય સાથે વિવાહ કરે અને ભલા પડેશમાં ઘર બાંધી સ્વજન કુટુંબ બીજને સાથે રહે. ઉપદ્રવવાળું સ્થાન તજે. આવકના પ્રમાણમાં જ ખર્ચ કરે. સ્વસંપત્તિ અનુસારે પહેરવેશ રાખે અને લેકવિરુદ્ધ કામ ન કરે. દેશાચારનું સેવન કરે, સ્વકર્તવ્ય ધર્મને ન તજે, આશ્રયે આવેલાનું હિત કરે, સ્વશક્તિને ખ્યાલ રાખી ઉચિત કાર્ય કરે, હિતાહિતને વિશેષ ખ્યાલ રાખે, ઇન્દ્રિયોને સારી રીતે નિયમમાં રાખે, દેવ-ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખે તેમ જ સ્વજન, અનાથ અને અતિથિ-સાધુસંતની સેવાચાકરી કરે. એવી રીતે ચતુર જનોની સંગાતે વિચારચાતુર્ય રીતે, શાસ્ત્રને સાંભળતો કે ભણતો કેટલેક વખત વ્યતીત કરે-નકામે કાળક્ષેપ ન જ કરે.
૨૫. પછી દ્રવ્યઉપાર્જન કરવાના ઉપાય કરે પણ નશીબ ઉપર જ આધાર રાખીને બેસી ન રહે, કેમ કે રીતસર ઉદ્યમવ્યવસાય કર્યા વગર કદાપિ મનુષ્યનું ભાગ્ય ફળતું નથી.