________________
લેખ સંગ્રહ : ૫ :
( [ ૨૩૫ ] આત્મકલ્યાણ સાધવાની સંક્ષિપ્ત શિખામણ.
૧. હે મુગ્ધ જીવ ! રાઈ અને સરસવ જેવડાં પરાયાં છિદ્રને તું જુએ છે અને બીલાં જેવડાં મોટાં પિતાના છિદ્ર(દોષ)ને દેખતો છતો પણ દેખતો નથી, અર્થાત પિતાનામાં રહેલા અનેક અવગુણોને નહિ સુધારતાં પારકાં જ છિદ્ર તાકતે (શોધતો) ફરે છે, એ તારી મૂર્ખાઈને તું કેમ જોત-જાણતા કે લક્ષ્યમાં લેતો નથી ? મૂઢ ! ચેત ! ચેત ! તું મોટો દેખાઈને કેમ બેટે કરે છે અને શાહુકાર કહેવાતા છતાં દેવાળું કેમ કાઢે છે ?
૨. હે ભવ્યાત્મન ! મનુષ્યપણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, પાંચે ઇંદ્રિયે પરિપૂર્ણ, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, પરહિતપરાયણ બુદ્ધિ, ધર્મશાસ્ત્રનું શ્રવણ તથા અવધારણ, તસ્વાર્થ શ્રદ્ધા અને તપસંયમમાં પ્રયત્ન આટલાં બાર વાનાં આ મનુષ્યલોકમાં પ્રાપ્ત થવાં અત્યંત દુર્લભ છે.
૩. (૧) ચુલગ-પરિપાટી ભજન (૨) પાસગ–પાસા (૩) ધાન્ય (૪) યૂપસ્તંભ (૫) રત્ન (૬) સ્વપ્ન (૭) ચક રાધાવેધ (૮) ચમ–કચ્છપ ગ્રીવા (૯) યુગધૂસરું ( ૧૦ ) અને પરમાણુ–એ શાસ્ત્રોક્ત દશ દષ્ટાંતે મનુષ્યભવ પામ મહાદુર્લભ છે. કદાચ દેવપ્રભાવથી ઉપરોક્ત દશ વાત બને પણ મનુષ્યભવની ફરીને પ્રાપ્તિ થવી તો ખરેખર દુર્લભ જ છે.
૪. તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આલસ્ય, મેહ, અવજ્ઞા, અહંકાર, ક્રોધ, પ્રમાદ-નિદ્રાદિ, કૃપણુતા, ભય, શેક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ-ઇંદ્રજાલ પ્રમુખ અવલોકન અને ખેલ