________________
[ ૨૧૮ ]
શ્રી કરવિજયજી ૧૨૫. જે કેડેગમે બાહ્ય શત્રુઓને જીતી શકે તે પણ તત્ત્વજ્ઞાન વગર અંતરશત્રુઓને જીતવા સમર્થ થઈ શકતું નથી.
૧૨૬. રસનાલુબ્ધ બનેલે જીવ લેશ પણ ચેતી શકતો નથી.
૧૨૭. રાગાદિકથી વ્યાકુળ થયેલું ચિત્ત વિષયરસમાં પ્રવર્તે છે અને વિવિધ વિષયોમાં પ્રવૃત્ત થયેલા જીવને કર્મને સંચય વધતું જાય છે.
૧૨૮. લોભીને અર્થ આપવાવડે, ક્રોધીને મધુર ભાષણવડે, કપટીને વિશ્વાસ પમાડવાવડે, અભિમાનીને નમ્રતાવડે, ચેરને અંકુશવડે અને પરસ્ત્રીલંપટને સારી બુદ્ધિને ઉપગ કરવાવડે વિદ્વાનો વશ કરી શકે છે.
૧૨૯. પંડિતજનોએ જગતના વ્યવહારમાર્ગનું ઉલ્લંઘન ન કરવું.
૧૩૦ પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે.
૧૩૧. વિદ્યા અને ધ્યાનમાં સ્થિરતા અતીવ હિતકારી નીવડે છે.
૧૩૨. સવિદ્યાની વૃદ્ધિયુક્ત સંધ્યાનયોગે ક્ષમાદિક સગુણ સેવવાવડે રાગદ્વેષાદિક ઉપદ્રવ શીધ્ર નષ્ટ થઈ જાય છે.
૧૩૩. ઉદાર આશયવાળા અને અમૃત સમાન સારાધ આપનારા આચાર્ય ભગવંત હોય છે.
૧૩૪. અલ્પજ્ઞ પુરુષ શાસ્ત્રના વિભાગ (ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય વ્યવહાર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિક) જાણી શકતો નથી.