________________
[ ૨૧૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૦૦. પ્રસ્તાવ રહિત કાર્ય વિચક્ષણ નર આરંભે જ નહિ, ૧૦૧. પાપી જનેની વાતે કરવાથી આપણું પાપ વધે છે. ૧૦૨. પાપ ઘણું કરીને ઢાંક્યું ન રહે જાહેરમાં આવે જ. ૧૦૩. ચિન્તામણિ પામી સાચવી જાણનાર દરિદ્રી કેમ જ રહે? ૧૦૪. પુણ્યને પણ સોનાની બેડી જેવું કહ્યું છે. ૧૦૫. દોષરૂપી મળને શુભ ક્રિયારૂપ જળવડે દૂર કરે.
૧૦૬ પૂર્વભવના અભ્યાસથી જ પ્રાયે પ્રાણીઓના અનેક ભાવ વતે છે.
૧૦૭. ઉદ્યમ કરનારને અને નહિ કરનારને પૂર્વભવમાં જેવું (શુભાશુભ) કમ ઉપામ્યું હોય તેવું જ અહીં પ્રાપ્ત થાય છે.
૧૦૮. જ્ઞાન અને ક્રિયાના ગે જ ફળસિદ્ધિ થવા પામે છે.
૧૦૯. હઠાગ્રહથી ( તેની વગરઈચ્છાએ ) પણ અન્યનું હિતશ્રેય કરવું.
૧૧૦. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહતા, સત્ય, તપ અને ઉદાસીનતા એ સઘળાં સત્ત્વની સંવૃદ્ધિ કરનારાં છે.
૧૧૧. મહાકાર્ય સાધવાની શરૂઆત કરનારને પણ વચમાં વિદને પેદા થાય છે.
૧૧૨. મહાત્માઓ ભક્તિવડે વશ થઈ જાય છે.
૧૧૩. અરે ભાઈઓ! ઉત્સાહ લાવીને ખરા ધર્મ–માર્ગમાં આદર કરે.