________________
[ ૨૦૮ ]
શ્રી કરવિજ્યજી ઉપમિતિ ભવપ્રપંચો કથા અંતર્ગત કેટલાએક
ઉપયુક્ત વચનનો અનુવાદ. ૧. મહાપુરુષનું સાનિધ્ય (તેમની સમીપતા) અતિશય ચમત્કારી હોય છે.
૨. કુશીલ જનેની દષ્ટિ અતિ વિષમ-હાનિકારક હોય છે.
૩. એક્ષપર્યત સહાયકારી પુન્યાનુબંધી પુન્યને જોગ મળે અતિ દુર્લભ છે.
૪. નીચ કાર્ય કરવાનો સંકલ્પ જીવને ખરા સુખથી બેનસીબ રાખે છે. - પ. ભવિષ્યનો વિચાર કરી કે કાર્ય કરવામાં વગર વિચાર્યું ઝંપલાવવું નહિં.
૬. મોહદષના જોરથી જીવ મહાહાનિકારક વિષયભોગવડે છળાયા કરે છે.
૭. મહાત્માઓ અનુચિત કાર્યથી પાછા જ ઓસરતા રહે છે. ૮. સવિચાર વગર અયુક્ત-અસત્કાર્ય સત્કાર્ય જેવું ભાસે છે. ૯. ગુરુજના વચનનું ઉલ્લંઘન કરવું ન ઘટે. ૧૦. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષને અપરાધ લેખાતા નથી.
૧૧. અહિંસા, સધ્યાનની પ્રાપ્તિ, રાગાદિક દેને નિગ્રહ, તેમ જ સાધમ જને પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ-વાત્સલ્ય એ જ સદુપદેશનું રહસ્ય છે.