________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫ ] છતાં જડ છે અને સ્વામી-નાયક-રાજા-મહારાજા છતાં ચાર જેવો થઈ રહ્યો છે.
૩૩. વળી જે( સંસાર)માં કષાયરૂપી રિટા, મહાઆપદારૂપી દુષ્ટ હિંસક જાનવરો અને વિવિધ વ્યાધિઓરૂપી મોટી નદીઓ સદા વિદ્યમાન છે. વળી જેમાં–
૩૪. ચિત્તારૂપી દુર્ગમ અટવી, મુગ્ધ સ્ત્રીરૂપી અતિ અંધકારમય ગુફાઓ, ચાર ગતિરૂપ અનેક ખાણ અને આઠ મદરૂપી ઊંચા પર્વતના શિખરે (જેમાં સ્પષ્ટ જણાય છે). વળી જેમાં–
૩૫. મિથ્યાત્વરૂપી રાક્ષસ અને મનના દુષ્ટ પરિણામથકી પેદા થતી મમતારૂપી મોટી શિલાઓ છે. એવા સંસારરૂપી પર્વતને હે ચેતન ! હવે તું ધ્યાનરૂપી વજાવડે ભેદી નાંખી સંસારનો શીધ્ર અંત કર.
૩૬. જે મહાનુભાવને આત્મજ્ઞાન જાગ્યું છે તે મોક્ષસુખને આપનારું નિશ્ચય જ્ઞાન જાણવું અને બાકીનું જ્ઞાન ગમે તેટલું અધિક પ્રમાણમાં મેળવેલું હોય તો પણ તે આજીવિકા પૂરતું ફળ આપનારું જાણવું.
૩૭. જેમ યથાર્થ બાધરહિતપણે પ્રયોજાયેલા હિતકારી ઔષધથકી વ્યાધિ ઊલટો વધે છે અથવા ન પેદા થાય છે તેમ એકાન્ત હિતકારી આત્મબોધ રહિત મૂઢ જનો જેમ જેમ ઘણું ઘણું ભણે છે તેમ તેમ તેમનું ચિત્ત ગર્વ અભિમાનવડે ઉભરાય છે. મતલબ કે મૂઠ–મેહાતુર જીવોને શ્રુતજ્ઞાન પણ અજ્ઞાનપણે પરિણમે છે અને તેથી તેમને લાભ-હિત થવાને બદલે નુકસાન-અહિત જ થાય છે.