________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી ૮૦. સંસારી જીવમાત્રનું જીવિત અમુક અવધિ-સ્થિતિવાળું જ હોવાથી તે નાશ પામે જ છે.
૮૧. ( એમ સમજી ) સુજ્ઞજનેએ, કેવળ પરમાર્થ સાધ નારા સાધુપુરુષોએ ઉપદેશેલા ધર્મને અવશ્ય અનુસરવું.
૮૨. ક્ષમા-દયાદિક ધર્મ જ જીવને સર્વત્ર ત્રાણ, શરણું અને આધારરૂપ છે. એ ઉત્તમ ધર્મને જ સેવી--તેનું સેવન કરી ખરું શાશ્વત સુખ મેળવી શકાય છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૪૦ ]
કેવાં કર્મ કરવાથી કેવી અવસ્થા પમાય છે?
૧. માંસભક્ષણ કરવાવાળા, તંદુલીયા મછની પેઠે દુષ્ટ પરિણામવાળે મિથ્યાદષ્ટિ ( વિપરીત બુદ્ધિવાળો ) જીવ મરીને મહાદુઃખથી ભરપૂર નરકમાં ઉત્પન્ન થાય છે.
૨. આર્તધયાનવાળા, પરને સંતાપનારા, અતિકપટ કરનારા અને અતિમહથી–અજ્ઞાનથી ભરેલા જીવો મરીને તિર્યંચપણું પામે છે.
૩. અ૯પ કષાયવાળા, દાતાર, ઉત્તમ પ્રકારે ક્ષમા, વિનય, નમ્રતાને સેવનારા, દાક્ષિણ્યવંત અને સ્વભાવે જ ભદ્રક પરિણામી જીવ મરીને મનુષ્યપણું પામે છે.
૪. અહિંસાદિક મહાવ્રત પાળનારા, અણુવ્રત ધરનારા, વ્રત રહિત છતાં સમ્યકત્વને ધારણ કરનારા, જિનપૂજામાં તથા દાનધર્મમાં રક્ત, બાળ–અજ્ઞાન તપવડે અકામનિર્જરા કરનારા