________________
[ ૧૬૮ ]
શ્રી કપૂરવિજયજી
ન્યાયસંપન્ન વિભવ, વડીલ જનની સેવા તથા કામ, ક્રોધ, મેાહ, મદ, મત્સર અને લેાભાદિ દોષના જય વગેરે માર્ગાનુસારીપણાને મક્કમ રીતે વળગી રહેવુ જોઇએ. મિથ્યાત્વ, અવિરતિ વિષય, કષાય, આળસ અને વિકથાર્દિક પ્રમાદ શત્રુને સાવધાનપણે પરાભવ કરવા જોઇએ. તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું સેવન કરવુ જોઇએ, સાક્ત શાસ્ત્રના અભ્યાસ કરવા, નિજ ઇન્દ્રિયસમૂહને સ્વચ્છ દપણે ફરવા નહિ દેતાં તેને કબજે રાખી ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતા અને સતાષ સહિત યથાયેાગ્ય સયમમાર્ગનું આરાધન કરવું. સુખ, દુ:ખ, માન, અપમાનાદિક પ્રસંગે ખેદ નહિ કરતાં સમભાવે રહેતાં શીખવું. શ્વાનવૃત્તિ તજી સિંહવૃત્તિ આદરવી. કેઇના ઉપર નકામે રાખ કે તેાષ નહિ કરતાં લાભાલાભમાં અન્યને નિમિત્ત માત્ર લેખવા. જન્મ, મરણનાં કે કર્મનાં બંધન તાડવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનુ પ્રમાદરહિતપણે સેવન કરવુ. સદ્ગુરુને દુલ ભ યાગ પામીને તેમની પવિત્ર આજ્ઞાનું અખંડ પાલન કરવા ઉદ્યુક્ત રહેવુ. ઘેાડા પણુ પ્રમાદાચરણથી પેાતાની બધી બાજી બગડી જાય તેવું આચરણ નહિ કરતાં એક શ્રેષ્ઠ વીરપુત્ર તરીકે સ્વક વ્યનિષ્ઠ થઇ રહેવું.
[ આ. પ્ર. પુ. ૧૫, પૃ. ૨૯૯. ]