________________
લેખ સંગ્રહ : ૫ :
દેશ શ્રાવક ફલક
આણંદાદિક દશ શ્રાવકાના સક્ષિપ્ત અધિકાર
[ ૧૫૫ ]
વાણિજ્યગ્રામ નગરમાં આણુંદ નામે ગૃહસ્થ રહેતા હતા. શિવાનંદા નામની તેની ભાર્યા (સ્ત્રી) હતી અને દશ દશ હજાર ગાચેાથી બનેલાં ૪ ગાકુળ હતાં, ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજ વિગેરેમાં થઇ એકંદર ખાર ક્રોડ સાનૈયાની ઋદ્ધિ હતી. તે વીર પરમાત્માના અંતેવાસી શ્રાવક થયા. સમકિતમૂળ શ્રાવકના ખાર વ્રત તેણે પ્રભુ પાસે ઉચ્ચયી હતાં. ૧–૨.
ચંપા નગરીમાં કામદેવ નામે સુશ્રાવક થયા. તેને ભદ્રા નામે ભાર્યા હતી. છ ગાકુળ અને અઢાર ક્રોડ સાનૈયાને તે સ્વામી હતા. ૩.
કાશી મધ્યે ચુલનીપિતા નામે પરમ શ્રાવક થયા. તેને શ્યામા નામે સ્રી, આઠ ગેાકુળ અને ચાવીસ ક્રોડ સેાનૈયાની ઋદ્ધિ હતી. ૪.
વળી કાશીમાં સૂરદેવ નામે વ્રતધારી શ્રાવક થયા. તેને ધન્યા નામે સુંદરી અને અઢાર ક્રોડ સાનૈયાની ઋદ્ધિ હતી. ૫,
આલંભિકા નગરીમાં ચુલ્લાતક નામે શ્રાવક થયા. તેને બહુલા નામે પ્રિયા હતી અને કામદેવ શ્રાવક જેટલી સમૃદ્ધિ હતી. ૬.
કાંપિલ્યપુરમાં કડકાલિક નામે શ્રાવક થયા. તેને પુષ્પા નામની સ્ત્રી અને કામદેવ સમાન. સમૃદ્ધિ હતી. ૭.
પેાલા (સનિવેશ ) મધ્યે સદૃાલપુત્ર નામે કુંભાર જાતિના