________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૯ ] કલ્યાણક’થી તેને વ્યવહાર કરાય છે. આ ઉપરથી સમજી શકાશે કે જયંતિ જ્યારે સાધારણ યા અસાધારણ ગુણે માટે ઊજવાય છે ત્યારે કલ્યાણક અસાધારણ ગુણે માટે જ ઊજવાય છે.
જયંતિ અને કલ્યાણકની ભિન્નતા જ્યારે જયંતિ ઊજવવાને રિવાજ સર્વસાધારણ થઈ પડેલો છે ત્યારે કલ્યાણક તે જેઓએ ચાર ઘાતકર્મનો ક્ષય કરી, કૈવલ્યદ્વારા કાલેકના ભાવ જાણું, સમદષ્ટિથી સર્વ વર્ણોને તેમ જ દેવાદિને બોધ આપી તીર્થકરપણું સાર્થક કર્યું હોય તેને માટે જ ઊજવી શકાય છે. જયંતિ અને કલ્યાણક એ બંનેમાં ઉદ્દેશ વિષયક ભિન્નતાવાળે હોવાથી આવી રીતે પ્રત્યક્ષ ભેદ છે. કલ્યાણક ઊજવવાથી શું લાભ થાય છે તે હવે તપાસીએ.
કલ્યાણક ઊજવવાના પ્રકાર કલ્યાણકના મેળાવડા કરવાથી તીર્થકર મહારાજાઓમાં કયા કયા કેવલ્યાદિ અસાધારણ ગુણે હતા? તે ગુણે તેઓએ કેવી રીતે મેળવ્યા? તેમનું વર્તન અને કથન કેટલું વિલક્ષણ અને અસાધારણપણે અવિસંવાદી હતું? તે જાણવાનું અને કથનાનુસાર તેનું કેટલેક અંશે અનુકરણ કરવાનું બની શકે છે. હાલના સમયમાં વ્યાપારની પ્રવૃત્તિ વિલક્ષણ હવાને અંગે અવકાશ બહુ જ અ૯પ મળવાથી હમેશાં ચાલતા પૂજાદિ કાર્યોમાં લાભ લઈ બેધ મેળવવાનું બહુ અલપ જીવોથી બની શકે છે, ત્યારે ખુદ પિતાના ઈષ્ટદેવના સદ્દગુણે અને તેનું ચારિત્ર જણાવી ઉછરતા જૈનવર્ગમાં આસ્તિતા જમાવવાને માટે આવા મેળાવડાની જરૂરીઆત સુજ્ઞ જને જોઈ શકશે.