________________
( ૧૫ ) બેસું તે વખતે અંતરમંથન એટલું થતું કે ઘણું ઘણું બાબતમાં હું ગુંચવાઈ જતે અને એ ગુંચને ઊકેલ હું મહારાજશ્રી પાસે જ્યારે કરાવતો ત્યારે મારા મનનું સમાધાન થતું. તેઓશ્રી પણ મને દરેક બાબત બહુ જ શાન્તિથી, દષ્ટાંતથી સમજાવતા અને નવાં નવાં પુસ્તકો આપતા. કેટલાયે વ્રત-નિયમ હું સ્વેચ્છાથી મહારાજશ્રી પાસેથી ગ્રહણ કરતો અને પાળતો. આથી મારું જીવન કેમલ છતાં દઢ અને ધર્મજિજ્ઞાસુ બન્યું અને એમાં જ મને આનંદ મળવા લાગ્યો. મુનિરાજ શુદ્ધ ખાદી પહેરતા, એટલે મને પણ ખાદી પહેરવાની વૃત્તિ થઈ. તેઓશ્રીનો ભાવ મારા ઉપર વધવા લાગ્યો. એકાદ વખત ન ગયો હોઉં તો પણ યાદ રાખે, નિત્ય નિયમ વિ. ની પૂછપરછ કરે, નવી નવી ભાવનાઓ રેડતા જાય. આથી મને આગળ વધવાની જિજ્ઞાસા થઈ. આધ્યાત્મિક કેળવણી લેવા માટે તેઓશ્રીએ પાટણ જૈન બેન્કિંગમાં જવાની મને દરેક અનુકૂળતા કરાવી આપી. તેના મેનેજરને રૂબરૂમાં મારી વાત કરી દાખલ કરવા જણાવ્યું, પણ મારા પૂર્વ કર્મસંગે ને તે હું પાટણ જઈ શકો કે ન ગુરુકુળમાં સંપૂર્ણ કેળવણી લઈ શક્યો અને વિદ્યાકાળનાં ચાર વર્ષ સિદ્ધક્ષેત્રની છાયામાં ગુરુરાજના સમાગમમાં ગાળી, જૈનધર્મનાં અને અહિંસાનાં અમૃતપાન કરી હું રજા લઈ સ્વવતન ગયો તે ગયે જ-ફરી ગુરુકુળમાં આવ્યો જ નહિ. તેનું કારણ મને પાટણ જઈ કેળવણી લેવાની બહુ હોંશ હતી પણ માતાપિતાની મંજૂરી પ્રેમના આવેશમાં ન મળી અને હું સંસારરથમાં જોડાયો. પૂજ્ય ગુરુરાજે જે પુસ્તકોની ભેટ કરી હતી તે મારા જીવનને શાન્તિ આપવામાં સહાયક થઈ પડ્યાં. મેં તે પુસ્તકને ઘરમાં સંગ્રહ કરી તેનું “અમર જ્ઞાનભંડાર” એવું નામ રાખ્યું અને નિવૃત્તિ મળતાં એ ભંડાર પાસે બેસી વાંચ્યા કરું. અને ગુંચવાડ થાય એટલે પચ્છેગામમાં શ્રી જાદવજી રામજી માસ્તર જેઓ તત્ત્વજ્ઞાની છે તેમની પાસે ગુને ઉકેલ કરાવું. આવી અનુપસ જિજ્ઞાસાવૃત્તિ, આત્મદષ્ટિ અર્પવા માટે એ ગુરુરાજનો હું કેટલો ઉપકાર માનું ?