________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૯ ]
પ્રથમ તેા પેાતાની ભાવના-દૃષ્ટિ જ સુધારવા માટે ક્ષુદ્રતાતુચ્છતા-પરાયાં છિદ્ર-દોષ જોવા-તાકવાની દુર્બુદ્ધિ-કુબુદ્ધિ જ તજવી જોઇએ અને રૂડી ગંભીરતા રાખી રાજહંસની જેવી વિવેકબુદ્ધિવર્ડ દોષમાત્રની ઉપેક્ષા કરી, ગુણુ માત્રને જ જોવા, આદરવા તથા સેવવાની રૂડી બુદ્ધિ કરવી જોઇએ.
અમૂલ્ય ધર્મ રત્નની પ્રાપ્તિ માટે આપણને ચેાગ્ય-લાયક બનાવે એવા ૨૧ ગુણાને વારંવાર અભ્યાસ કરી તેનું મનન કરવું જોઇએ.
૧. દયા, લજ્જા, વિનય, દાક્ષિણ્યતા, સરલતા, કૃતજ્ઞતા, સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, ગુણાનુરાગિતા, દીર્ઘદશિ તા, પરોપકારરસિકતા અને કાર્યદક્ષતાદિક ઉત્તમ ગુણ્ણાના નિરંતર અભ્યાસ ( પિરચય ) રાખવાથી આપણા વિચાર, વાણી અને આચારની મિલનતા દૂર થવા પામશે, હૃદય સ્વચ્છ થશે, વાણી અમૃત જેવી મીકી, હિતરૂપ અને સત્ય જ વદાશે અને અન્ય જીવાને દુઃખત્રાસ થાય એવા દુષ્ટ આચરણથી દૂર રહેવા સહેજે લક્ષ ખ ંધાશે. એટલે મન કે ઇન્દ્રિય અને કાયા આપણા કબજામાં આવશે. વળી દેવ, ગુરુ, ધર્મ સબંધી ગુણદોષની સારી રીતે પરીક્ષા કરી, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ને યથાથ આળખી, દૃઢ શ્રદ્ધાથી તેની સેવા, ભક્તિ, બહુમાન કરવાવડે આરાધક થઇ શકાશે. એટલા માટે કલ્પસૂત્રાદિક ઉપકારી આગમ-ગ્રંથે ખરાખર લક્ષપૂર્વક વિનય-હુમાનથી વાંચવા, સાંભળવા, વિચારવા અને તેને પરમાર્થ ખરાખર સમજી સ્વશક્તિ છુપાવ્યા વગર યથાર્થ આદર કરવા.
૨. યથાશક્તિ જે કંઇ દાન, શીલ, તપસ્યાદિક ધર્મ કરણી
૯