________________
[ ૧૧૨ ]
શ્રી કરવિજયજી યથાર્થ સમજીને પ્રમાદરહિત બજાવવી ઘટે છે. નવો યુગ-જમાને વાકચતુરાઈ માત્રથી રીઝી જાય એવો નથી, પણ ખરા ચારિત્ર્યબળની કિંમત કરે એવો છે એમ સમજી, આમાથી પણ માની, આપણી શિથિલતા-સુખશીલતા દૂર કરવા, પારકી નિંદાટીકા કરવાનું તજી હંસ પેઠે ગુણમાત્ર ગ્રહણ કરવા, જાતે સાદાઈ સજી, પ્રેમથી અન્યને આકર્ષવા સહુએ શાસન પ્રેમી થવું જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૯૦ ]
કેશરનો કોયડો કોણ અને ક્યારે ઉકેલશે ?
પૂરી ખાત્રીવાળું શુદ્ધ સ્વદેશી કેશર મળી શકતું જ હોય તેમ જ જે તે ભેળસેળ તથા જીવજંતુ વગરનું જ હોય તો પ્રભુ પૂજાદિક શુભ પ્રસંગે વાપરવા કોણ મનાઈ કરે છે ? કઈ જ નહિ. પણ તે મળે છે જ ક્યાં? તેની પૂરી ખાત્રી કરીને લેવાની કોણ પરવા કરે છે? કદાચ ક્યાંય શુદ્ધ મળતું જ હોય તો પણ સ્વાર્થવશ વ્યાપારીઓ તેમાં ભેળસેળ કરતા ન હોય એવું એકાએક માની લેવું સાહસભર્યું લાગે છે. એવી કિંમતી વસ્તુ વેચનારા વ્યપારીઓમાં ભાગ્યે જ પ્રામાણિક્તા હોવાનો સંભવ છે.
વળી કેવળ પરમાર્થદાવે સ્વરસથી એમાં આત્મભેગ આપી કામ કરનારા ક્યાં દેખાય છે? જ્યારે આવી ચર્ચા ઊભી થાય ત્યારે તેમાં ઊંડા ઉતરી ગુણદોષ કે લાભાલાભનો પૂરતો વિચાર કર્યા વગર નકામે કેળાહળ કરી મૂકનારાની સંખ્યા કંઈ ઓછી નથી, પણ તેથી લાભ શો ? સારી શિખામણ આપવા જનારી સુઘરીને જ માળ જેમ વાંદરાએ ચૂંથી નાખ્યો તેવું પરાક્રમ ફેરવવામાં મોટાઈ શી? સત્યશોધક