________________
લેખ સંગ્રહ : ૫ ઃ
[ ૭૭ ]
અધ્યાત્મશાસ્ત્ર જિંદગીભર વિચાર્યા કરે તે પણ ધર્માચરણથી થતા જીવનવિકાસ તેથી થવાના સભવ નથી. તત્ત્વજ્ઞાન વિચારનારને કોઇ ને કેાઇ વખત ધર્માચરણ કરવું જ પડશે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૯૦. ]
પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિનુ ફળ કઇ રીતે મળે ?
તત્સંબંધી શાસ્ત્રસમ ન.
૧. રાગદ્વેષાદિક દોષથી મલિન થયેલું મન ભવભ્રમણ હેતુક અને છે. અને સકળ દોષથી મુક્ત થયેલુ મત મેાક્ષદાયી નીવડે છે. આવા કારણથી જ અન્ય પડિતા પશુ ચિત્તશુદ્ધિના સંબંધમાં આવી રીતે માને છે.
૨. રાગાદિક કલેશથી વાસિત થયેલું ચિત્ત જ ખરેખર જન્મ-મરણુજન્ય સંસારરૂપ છે અને તે ાગાદિક વિકારથી સર્વથા મુક્ત થયેલું મન જ મેાક્ષરૂપ છે.
૩. આ અત્યંત ગૂઢતત્ત્વ તુજને કહું છું કે સારી રીતે સંસ્કારિત કરેલું ચિત્તરૂપી શ્રેષ્ઠ રત્ન જ અતિ યત્નથી સાચવી રાખવું. તેને મેાકળુ રઝળતું ન જ મૂકવું.
૪. જ્યાંસુધી વાયુથી પણ અધિક વેગવાળુ તારુ'મન વિવિધ વિષયામાં દોડાદોડ કરે છે ત્યાંસુધી તને સાચા સુખના ગધ પણ આબ્યા નથી એમ જાણજે.
૫. જ્યારે માન–પ્રતિષ્ઠા મનમાં ભૂંડની વિષ્ટા જેવી અનિષ્ટ લાગશે, રાજયનુ સુખ રજ જેવુ નિર્માલ્ય લાગશે અને વિષય