________________
( ૩૩૬ ) મુંબઈ સમાચાર. (દૈનિક ), મુંબઈ, તા. ૯-૩-૪૦
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે.
જૈન મુનિ મહારાજ શ્રી કરવિજયજી મહારાજના લેખેને સંગ્રહ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રગટ થયો છે, તેમાં મહારાજશ્રીનાં “શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રગટ થયેલા લેખે આપવામાં આવ્યા છે. આ લેખો જુદા જુદા વિષય પરત્વે હેવાથી જુદી જુદી દશા અને કક્ષાના વાચકોને તેમાંથી પોતાને અનુકૂળ માર્ગદર્શન મળી રહેશે. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીયાએ પુસ્તકના ઉપદ્રઘાતમાં અને શ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ આમુખમાં મહારાજશ્રીના ગુણ વર્ણવ્યા છે. તે જોતાં તેમનું સ્મારક જાળવવાનો અને સ્મારકરૂપે તેમના લેખો જનતા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન સ્તુતિપાત્ર છે. શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ નિવૃત્તિ અવસ્થામાં પણ
સ્મારક સમિતિના મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. લગભગ સવા ત્રણસો પાનાંનાં પાકાં પૂઠાનાં આ. પુસ્તકની કિંમત માત્ર છ આના છે. પુસ્તક નીચલે ઠેકાણેથી મળશે
શ્રી નરેત્તમદાસ ભગવાનદાસ શાહ. ગપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૨.
મુંબઈ સમાચાર. ( દૈનિક ) મુંબઈ તા. ૯-૩-૪૦. સગુણાનુરાગી શ્રી કષ્ફરવિજ્યજી લેખસંગ્રહ ભાગ ૨ જો.
જેને વચ્ચે સારી ખ્યાતિ પામેલા મુનિરાજ શ્રી કષ્પરવિજયજીનું સ્મારક જાળવવાનો ઠરાવ થયા પછી સ્મારક ફંડમાંથી તેમના લેખોનો એક ભાગ પ્રગટ થયા પછી આ બીજો ભાગ પ્રગટ થયું છે, તેમાં તેમના વધુ લેખોને સંગ્રહ આપવામાં આવ્યો છે.