________________
( ૩૩૩ ) ગાળવાની ઇચ્છા ધરાવનાર શ્રાવક, શ્રાવિકાના સંઘને આમાંથી ઘણું ઘણું જાણવાનું અને જીવનમાં ઉતારવાનું મળી આવશે. એકંદરે આ પ્રયાસ સફળ થયો છે તેથી સમિતિના લાગતાવળગતાઓને અને કાર્યવાહકેને અભિનંદન ઘટે છે.
સાંજ વર્તમાન ( દૈનિક) (મુંબઈ) મુનિ મહારાજશ્રી કરવિજયજી લેખ સંગ્રહ, ભાગ ૧ લે.
પ્રકાશક-શ્રી કરવિજયજી સ્મારકસમિતિ મુંબઈ મંત્રી:-નરોત્તમદાસ ભગવાનદાસ શાહ, નેપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨. મૂલ્ય છ આના.
લગભગ ૬૮ વર્ષની ઉમરે મુનિરાજ શ્રી કર્ખરવિજયજી મહારાજ આસો વદ ૮ સંવત ૧૯૯૩ ના દિવસે દેહમુક્ત થયા. એક વરસ બાદ મુંબઈમાં જૈન ભાઈઓની એક સભા મળી. પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજીના પ્રમુખપણ નીચે એ સભામાં ઠરાવ થયો કે પૂજ્ય મુનિરાજ માટે એક સ્મારક ઊભું કરવું અને તેમણે લખેલા લેખોનો સંગ્રહ કરી તેને પુસ્તક આકારે બહાર પાડવા એક સમિતિ નીમવામાં આવી. ત્રણેક હજાર રૂપિયાનું ફંડ ઊભું કરવામાં આવ્યું અને તન, મન અને ધનથી મદદ કરનારાઓના સહકારથી ઉ૫લે ગ્રંથ આજે પ્રગટ થયો છે. શ્રી જૈનધર્મપ્રકાશ, શ્રી આત્માનંદપ્રકાશ, જેન તેમ જ બીજાં પત્રોમાં આવેલા લેખોમાંથી યોગ્ય પસંદગી કરીને ૩૨૦ પાનાંને આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.
રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ “ઉપોદઘાત” અને રા. મોહનલાલ દીપચંદ ચેકસીએ “આમુખ ” લખ્યા છે. ૧૧૨ લેખને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાજશ્રીના પ્રશંસકોએ જે ઉદાર હાથ લંબાવ્યો ન હોત તો માત્ર છ આનાની કીંમતમાં આવું પુસ્તક