________________
[ ૨૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૧૮. ઈચ્છાનિરોધ કરવાવડે કામને, અત્યંત ક્ષમાગુણવડે કેધને, મૃદુતા-નમ્રતાવડે માન-અહંકારને અને વિવેકકળાવડે મેહને જીતી લેવો.
૧૧૯ તે ચાર ઉપશાંત થયે છતે વિષમિશ્રિત જનની જેમ લેભ-તૃષ્ણ સાવધાનતાથી તછ દઈને બ્રહ્મચર્ય જેવું ઉત્તમ વ્રત આદરવું યુક્ત છે.
૧૨૦ ચારિત્રના સારભૂત અને દેવડે પૂજાયેલું, સુરક્ષિત, ઉત્તમ રીતે પાળેલું બ્રહ્મચર્ય સકળ કર્મ—મળને દૂર કરી આત્મશુદ્ધિ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે.
૧૨૧. જે આ લાવણ્યની નદી જેવી પ્રમદા–નારી દીસે છે તેને સેંકડો ગમે દુઃખ-તરંગથી ભરેલી ભયંકર વૈતરણ સમી સમજવાની છે.
૧૨૨. સંસારના બીજરૂપ, દુખેની મોટી રાશિરૂપ અને પાપના ભંડારરૂપ નારીઓનું નિર્માણ કેણે કર્યું?
૧૨૩. આ નારી અગ્નિની પ્રગટેલી જ્વાળા સરખી છે, જેમાં મનુષ્યનાં વૈવનનો અને ધનને હેમ–સંહાર થવા પામે છે.
૧૨૪. નરકરૂપી અંધકૃપમાં પાડનારી, સ્વર્ગમાર્ગમાં મહાન અંતરાય કરનારી અને અનર્થોને ઉપજાવનારી એવી નારીઓ કે બનાવી?
૧૨૫. સેંકડો ગમે કૃમિજાળથી ભરેલાં, દુર્ગધીભર્યા મળથી પૂરેલાં અને ચામડાંમાત્રથી મઢેલાં સ્ત્રીઓનાં દેહમાં શી રમણીયતા લાગે છે?