________________
[ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી સદુપદેશ સાર, ૧. વેતાંબર, દિગંબર, બુદ્ધ અથવા કઈ પણ સમભાવ ભાવિતાત્મા જ નિઃસંશય મેક્ષ પામશે-મોક્ષાધિકારી થશે. સમભાવ વિના મોક્ષ નથી.
૨. અષ્ટાદશ-અઢાર દોષ રહિત દેવ, નિપુણ દયાયુક્ત ધર્મ અને આરંભ–પરિગ્રહ રહિત બ્રહ્મચારી ગુરુ જીવને તારે છે.
૩. અજ્ઞાન, ક્રોધ, મદ, માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય, ચેરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમકીડા, સ્ત્રીપ્રસંગ અને હાસ્ય-એ અઢાર દૂષણ છે. અન્યત્ર અન્ય રીતે પણ અઢાર દૂષણ કહ્યાં છે. ઉક્ત સર્વ દૂષણ રહિત જ દેવાધિદેવ હોય છે. તેમને અમારે નમસ્કાર થાઓ.
૪. સર્વ નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ સર્વે ધર્મો-દર્શનો પવિત્ર અહિસાને મળે છે–સ્વીકારે છે. પવિત્ર દયાવડે જ ધર્મ ગણાય છે. જ્યાં પવિત્ર દયા જ નથી ત્યાં ધર્મ પણ નથી–હોઈ શકે જ નહિ.
પ. પોતાના શરીરની પણ સ્પૃહા-મમતા રહિત, બાહ્યાંતર પરિગ્રહથી મૂકાયેલા, માત્ર ચારિત્રરક્ષાથે ધર્મોપકરણને ધારણ કરતા, પચે ઇન્દ્રિયને દમનારા, જિનેન્દ્ર સિદ્ધાંત-રહસ્યના જાણ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારક-પાલક એવા ગુરુમહારાજ જ શરણ કરવા ગ્ય છે.
૬. પાસસ્થા, અવસન્ના, કુશીલિયા, સંસક્તા અને યથાશૃંદા એ પાંચે જિનમતમાં અવંદનિક કહ્યા છે, કેમકે તે સર્વે સત્ય માર્ગથી વિમુખ છે.