________________
સકલ મુનીશ્વરોમાં શિરોમણિ, આગમ-સિદ્ધાન્તોના અનુપમ જ્ઞાતા, કુમતોના ઉત્થાપક અને ; વાચકો (ઉપાધ્યાયો)ના કુલમાં સૂર્ય જેવા આપ જયવંતા વર્તો છો. (૩)
પૂર્વે પ્રભવસ્વામી આદિ છે “શ્રુતકેવળી' થયા, તેવી રીતે કલિકાળમાં જોઈએ તો આ છે શ્રીયશોવિજય પણ તેવી રીતે (વિશિષ્ટ) શ્રતધર વર્તે છે. (૪)
વળી તેઓશ્રી જૈન શાસનના યશની વૃદ્ધિ કરનાર, સ્વસમય એટલે પોતાના સિદ્ધાંતોના અને કે અન્ય મતો અને શાસ્ત્રોના દક્ષ-જ્ઞાતા હતા. તે ઉપરાંત તેમનામાં બીજા સેંકડો-લાખો અનોખા સગુણો હતા કે એથી તેમને કોઈ જ પહોંચી શકે તેમ ન હતું. (૫) - તેઓ કૂર્ચાલી શારદા (મૂછાલી-સરસ્વતી)નાં બિરૂદથી સારી રીતે જાણીતા થયા હતા અને એ
જેણે બાળપણમાં લીલામાત્રથી (અલ્પ પ્રયાસથી) દેવતાના ગુરૂ બૃહસ્પતિ જેવાને પણ જીતી કે લીધેલા હતા. (૬)
ગૂર્જર ભૂમિના શણગાર રૂપ “કનોડું' નામે ગામ છે. ત્યાં ‘નારાયણ’ એવા નામવાળો છે વ્યવહારિયો (વાણિયો) વસતો હતો. (૭) છે તેને સોભાગદે' નામની ગૃહિણી હતી અને તેઓનો ગુણવંત પુત્ર નામે ‘જસવંત' કુમાર હતો જે પુત્ર ઉમ્મરમાં લઘુ હોવા છતાં બુદ્ધિમાં અગ્રણી-મહાન હતો. (૮)
સંવત ૧૬૮૮માં ‘કુણગેર” માં ચોમાસું (અષાઢથી કાર્તિક સુધીનાં ચાર માસ) રહી છે છે પંડિતવર્ય શ્રીનવિજયજી આનંદપૂર્વક કહો ગામમાં પધાર્યા. (૯)
માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુ પુરૂષનાં ચરણોમાં વંદન કર્યું અને તે આ સદ્ગુરૂના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્ય પ્રકાશ થયો. (૧૦)
અણહિલપુર-પાટણ (ગુજરાત-પાટણ)માં જઈ તે જ ગુરૂ પાસે જસવંતકુમારે ચારિત્ર (દીક્ષા) લીધું અને તે વખતે “યશોવિજય' એવું નામ સ્થાપન કરવામાં આવ્યું, એટલે હવે તે નામથી ? ઓળખાવા લાગ્યા. (૧૧)
વળી બીજા ‘પદ્ધસિંહ” જેઓ જસવંતકુમારના ભાઈ હતા ને ગુણવંત હતા, તેમને પ્રેરણા કરતાં તે પણ વ્રતવંત થયા એટલે મહાવ્રતો લેવા દ્વારા ચારિત્ર અંગીકાર કર્યું. (તેનું નામ છે 'પદ્મવિજય રાખ્યું) (૧૨)
વડી દીક્ષા માટેનું યોગ-તપ અને શ્રીદશવૈકાલિકાદિક સૂત્રનો અભ્યાસ કરતા (યોગ્યતા પ્રાપ્ત થતાં) આ બંને મુનિબંધુઓને સં. ૧૬૮૮ની સાલમાં તપાગચ્છના આચાર્ય શ્રીવિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. (૧૩)
વડી દીક્ષા બાદ શ્રીજયવિજયજીએ ગુરૂમુખદ્વારા સામાયિક આદિ (પડાવશ્યક સૂત્રાદિ) સૂત્ર જ્ઞાનનો અભ્યાસ કર્યો. જેના પરિણામે જેમ સાકરના દલમાં મીઠાશ વ્યાપીને (અણુએ અણુએ) છે રહી છે, તેવી રીતે તેમની મતિ શ્રુત-શાસ્ત્ર જ્ઞાનમાં વ્યાપી ગઈ. (૧૪)
--