________________
2. વધુમાં વધુ સંખ્યામાં યત્રો બનાવી છાપ્યાં હતાં. કેટલાંક યન્ત્રો માટે ખૂબ જ પરિશ્રમ કરવો એ
પડયો હતો. - વર્તમાનકાળમાં મને એવું લાગ્યું છે કે હવે પરિસ્થિતિ-રુચિ બદલાઈ છે. વાચકો માટે જ યત્નોની ઉપયોગિતા ઘટી ગઇ છે, એટલે ન આપવા એવું વિચારેલું પણ પછી થયું કે એમ કરવું ઉચિત નહીં રહે, એટલે આ વખતે તો તે છાપવા એટલે અહીં છાપ્યાં છે. બીજી આવૃત્તિમાં લગભગ ૧૨૭ વસ્ત્રો છે. આટલી મોટી યગ્નસંખ્યા પાઠય પુસ્તકમાં ભાગ્યેજ જોવા મળે.
હવે સંગ્રહણી ગ્રન્થના કર્તા સાથે સંબંધ ધરાવતી બાબતો તથા તેઓશ્રીની
ગુરુ પરંપરા જોઇએ, ગ્રન્થકર્તાના દાદાગુરુ શ્રી અભયદેવસૂરિજી સંગ્રહણીના રચયિતા શ્રી ચન્દ્રમહર્ષિના ગુરુ હેમચન્દ્રસૂરિજી હતા. એમના ગુરુ શ્રી અભયદેવસૂરિજી હતા. તેઓ પ્રશ્નવાહનકુલની મધ્યમ શાખામાં સ્થપાએલા હર્ષપુરીય ગચ્છના અગ્રણી પુરુષ હતા. આ શાખાનો સંબંધ તે ગચ્છવાળા, શ્રુતકેવલી સ્થૂલભદ્રસ્વામી સુધીનો જણાવે છે છે. અતિત્યાગી વેરાગી શ્રી અભયદેવસૂરિજી વધારે પડતા મલીન વસ્ત્ર પહેરતા હતા, તેથી રાજા કર્ણદેવે તેમણે માલધારી ગુરુદેવ કહ્યા. ત્યારથી હર્ષપુરીય ગ૭ “માલધારી ગચ્છ' તરીકે
ઓળખાતો થયો. જૂનાગઢના રાજવી ખેંગારે જેમનું બહુમાન કર્યું હતું. તેઓશ્રીએ રાજા કર્ણ, સિદ્ધરાજ જયસિંહ તથા અન્ય રાજવીઓ દ્વારા જીવદયા, અહિંસાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં.
અનેક દેરાસરોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ પણ કરાવી હતી. વળી તેમના ઉપદેશથી શાકંભરીના કે રાજા પૃથ્વીરાજ પાસે રણથંભોલમાં જિનાલય ઉપર સુવર્ણકળશ ચઢાવરાવ્યો હતો.
| તેમની પાટે શ્રી હેમચંદ્રસૂરિજી | - તેમની પાટ ઉપર શ્રી હેમચંદ્રસૂરિજી થયા. તેઓ સંસારીપણામાં પ્રદ્યુમ્ન રાજાના દીવાન હતા. સૂરિજી એક સમર્થ વિદ્વાન હતા. વાદી શ્રી દેવસૂરિજી અને દિગમ્બરાચાર્ય વાદી કુમુદચંદ્રસૂરિજી જોડે જ્યારે વાદવિવાદ થયો ત્યારે મધ્યસ્થી તરીકે શ્રી હેમચંદ્રસૂરિજીને નીમવામાં આવ્યા હતા. એ વાદ-વિવાદમાં દિગમ્બરોનો સખત પરાજય થયેલો અને શરતાનુસારે તેઓને ગુજરાત છોડીને બીજા પ્રદેશમાં જતું રહેવું પડયું હતું. શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગ્રન્થ ઉપર ૨૮000 શ્લોક પ્રમાણ ટીકા રચી છે. પાંચમા કર્મગ્રન્થની વૃત્તિ, અનુયોગદ્વાર સૂત્રની ટીકા, સં. ૧૫૭૧માં જીવસમાસ વિવરણ, ભવભાવના ટીકા, પુખમાળા પ્રકરણ, નંદીસૂત્ર ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. કહેવાય છે કે તેઓશ્રીએ બધા થઈને એક લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થરચના કરી છે. પાટણ નરેશ સિદ્ધરાજના રાજમહેલમાં રાજાને પ્રતિબોધ
૧. નવાંગી ટીકાકારથી આ જુદા સમજવા. ૨. સાચો શબ્દ મલધારી છે પણ મલધારિ નહીં.
૩. કલિકાલ સર્વજ્ઞથી અન્ય સમજવા. ssssssssssssssssssssssssssssssss: [ ૫૦] ======================