________________
નોંધ –
ઉપર આપણે પદ્માવતીદેવીના આંખ બંધ-ઉઘાડની ઘટના વાંચી. દેવ-દેવીઓમાં તો
આવી ઘટના બને, પરંતુ તીર્થંકરની મૂર્તિમાં બનેલી આ ઘટના મને પહેલીજવાર જાણવા મળી છે. જો દેવો તીર્થંકરદેવની મૂર્તિમાં પણ ચમત્કાર બતાવતા હોય તો સ્વર્ગના દેવ-દેવીની આંખોમાં ચમત્કાર સર્જાય એમાં શું નવાઇ છે? આજના અશ્રદ્ધાળુ, નાસ્તિક વિચારસરણી ધરાવનારા, સાચા ચમત્કારોને પણ હમ્બગ માનનારા અને એ નિમિત્ત લઇને પૂજ્ય ગુરુદેવોની જાહેરમાં ભયંકર અવહેલના કરનારા પત્રલેખકોને આ કાંગડાની ઘટના ખરેખર! જોરદાર બોધપાઠ આપે છે.
શ્રી કાંગડા તીર્થમાં બિરાજમાન પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિનાં ઉઘાડ-બંધ થતાં ચક્ષુ પ્રવાસીઓને અનુભવ
મુંબઇ, તા. ૨૧-૧૧-૯૩
જૈન સોશ્યલ ગ્રુપ સાઉથ-બોમ્બેના ૭૦ વ્યક્તિઓનાં કુલુ-મનાલી પ્રવાસમાં પ્રાચીન તીર્થં શ્રી કાંગડા તીર્થની મુલાકાત દરમિયાન જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની (બંધ ચક્ષુવાળી) મૂર્તિના “ચક્ષુ ઉઘાડ-બંધ થતા જોયા. તેમજ પ્રતિમાજીનો વર્ણ (રંગ) બદલાઇ અને મુખાકૃતિઓનાં વિવિધરૂપો સહિત અમી-ઝરણાં'ના દર્શનનો લહાવો માણવા મલ્યો હોવાનું પ્રવાસમાં સાથે ગયેલા સામાજિક કાર્યકર સી.જે.શાહે જણાવ્યું હતું.
વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના નગરકોટનાં ઐતિહાસિક કિલ્લાની રમણીય ઘાટી પર આવેલું પ્રાચીન સમયનું વૈભવશાળી જૈન તીર્થક્ષેત્ર શ્રી કાંગડા તીર્થ છે. પાટણ શહેરના જ્ઞાનમંદિરના ભંડારમાં ઉપલબ્ધ વિ. સં. ૧૪૮૪માં રચિત “વિજ્ઞપ્તિ ત્રિવેણી’' નામના ગ્રન્થ મુજબ આ નગરીનું પ્રાચીન નામ સશર્મપુર હતું. ભગવાન શ્રી નેમિનાથ અને મહાભારતના પાંડવોના સમયમાં આ તીર્થના જિનમંદિરોનું નિર્માણ રાજા સુશર્મચંદે કરાવ્યાનો ઉલ્લેખ વૈયનાથ પ્રશસ્તિ'માંથી મળે છે.
હાલમાં દર વર્ષે તેરસની દિવાળીથી પૂનમ સુધી મેળો ભરાય છે. જેમાં હજારો ભક્તગણો યાત્રાસંઘમાં આવી પ્રભુભક્તિમાં તલ્લીન થઇ જાય છે, એટલા માટે આ તીર્થને “પંજાબનું શત્રુંજય
તીર્થ'' કહેવાય છે.
*→* [ ૭૫૪] >>>*&