________________
પ્રસ્તાવનામાં હું જે કહેવાનો છું તે આ પુસ્તકમાં અંકિત થઇ ગયું છે, પરંતુ અમારા સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો તથા વિદ્વાનો, શિક્ષકોને આ બાબત સ્પષ્ટ ખ્યાલમાં આવે તેથી આ પુસ્તકમાંની જ વાત સરળતાથી અહીં રજૂ કરૂં છું.
આ પુસ્તકમાં ત્રણ લેખો પ્રગટ કરવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે.
૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છત્રો કયા ક્રમે લટકાવવાં જોઈએ તે અંગેની વિશદ વિચારણા. ૨. તીર્થંકરદેવની કેશ (વાળ) મીમાંસા. ૩. અશોકવૃક્ષ * આસોપાલવ * ચૈત્યવૃક્ષ.
આ ત્રણેય લેખો તીર્થંકર ભગવાન સદેહે જીવતા હોય છે ત્યારે તેમની સાથે સંબંધ ધરાવતા છે.
પહેલો લેખ તીર્થંકરદેવ ઉપર રહેતાં ત્રણ છત્રને લગતો છે, બીજો લેખ તીર્થંકરદેવના વાળ બાબતનો છે અને ત્રીજો લેખ તીર્થંકરદેવના મસ્તક ઉપર રહેતું અશોકવૃક્ષ તે આસોપાલવ છે કે અશોકવૃક્ષ જુદું જ છે અને ચૈત્યવૃક્ષ શું છે? તેને લગતો છે.
પહેલો લેખ દેવો પોતાની ભક્તિથી તીર્થંકરદેવ તીર્થંકર થયા એટલે રિવાજ મુજબ જીવનપર્યન્ત મસ્તક ઉપર ત્રણ છત્રની રચના કરે છે. તે રચના કેવા પ્રકારે હોય છે તે અંગેના છે. બીજો લેખ ભગવાને દીક્ષા લીધી તે વખતે લોચ કર્યા પછી એટલે કે વાળ કાઢી નાંખ્યા પછી ભગવાનના માથા ઉપર ફરી વાળ વધે છે ખરા? તે અંગેનો છે. ત્રીજો લેખ અશોક અને આસોપાલવનાં વૃક્ષ જુદાં જુદાં છે કે એક જ છે અને ચૈત્યવૃક્ષ શું છે? તેનો નિર્ણય આપતો છે.
આ ત્રણેય લેખો પાલીતાણાથી પ્રગટ થતાં ‘સુઘોષા' માસિકમાં ઇ. સન્ ૧૯૮૬ના ફેબ્રુઆરીમાર્ચ-એપ્રિલના ત્રણ અંકો દ્વારા પ્રગટ થયા હતા. તે પછી વઢવાણથી પ્રગટ થતાં ‘કલ્યાણ’ માસિકમાં વર્ષ–૪૩, અંક-૬, ઇ. સન ૧૯૮૬ના સપ્ટેમ્બરમાં પ્રગટ થયા હતા. તે લેખોએ વાચક વર્ગમાં સારો રસ જગાડ્યો હતો. લેખો વાંચ્યા બાદ કેટલાક વાચકોના મનમાં સવાલો ઉઠ્યા હતા. તેઓએ પત્ર દ્વારા, કેટલાક વાચકોએ રૂબરૂ પ્રશ્નો કરી સમાધાન મેળવ્યાં હતાં. અનેક વાચકોની અને મારી પણ ઇચ્છા આ ત્રણ લેખો ગ્રન્થસ્થ થાય તો ચિરંજીવ બને અને વાચકોના ઉપયોગમાં આવી શકે અને આવનારી શ્રમણસંધની પેઢીને આજસુધી નહીં ચર્ચાએલા એવા એક અભૂતપૂર્વ નવીન વિષયનું જાણપણું મળે, અને તે ઉપર વધુ વિચારણા કરી શકે. આવા વિષયો ચર્ચવાનો ઊંડાણથી, વ્યાપક રીતે છણાવટ કરી આખરી નિર્ણય આપવાનો યોગ ક્યારેક જ બને છે.
છત્રનો લેખ માસિકોમાં જ્યારે પ્રગટ થયો ત્યારે તેમાં થોડીક ક્ષતિઓ રહી ગઇ હતી. તે ક્ષતિઓ દૂર કરીને, વિગતો ટૂંકાવીને આ વખતે તદ્દન નવેસરથી જ નવાં દૃષ્ટિકોણથી લેખ લખ્યો અને અહીં છપાવ્યો છે. આ વિષયના રસિયા વાચકો ધીરજ અને શાંતિથી વાંચે જેથી લેખનો ભાવ સમજી શકાય. મારી ભૂલચૂક કે ક્ષતિ લાગે તો તે જરૂર જણાવે.
૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છત્રો કયા ક્રમે લટકાવવાં જોઈએ?
ત્રણ છત્રવાળાં પહેલાં લેખનો સંબંધ કેવલજ્ઞાન થતાંની સાથે શરૂ થાય છે. તીર્થંકરો besneocentocentocentocentod [ 90% ] OCEANOCEANOGRA