________________
આ બે વિશેષણો વાપરીને શિષ્યના સગુણ પ્રત્યે આદર દર્શાવ્યો છે.
વિ. સં. ૧૯૮૯માં પૂજ્ય ગુરુદેવ શ્રી ધર્મવિજયજી મહારાજ નવી રચેલી નવતત્ત્વ પ્રકરણની સુમંગલા ટીકાની ભૂમિકામાં પોતાના શિષ્ય બાલમુનિ યશોવિજયજી માટે જણાવે છે કે
“બાલ છતાં બુદ્ધિમાં અબાલ, તત્ત્વજિજ્ઞાસુ”
અહીં રજૂ થતી બાબત છે વિ. સં. ૧૯૮૯ની. તે સાલમાં અમદાવાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના તમામ મુનિઓનું સંમેલન હતું ત્યારે પરમપૂજ્ય આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા., પરમપૂજ્ય આ.શ્રી વિજય પ્રતાપસૂરિજી મ. તથા મારા ગુરુદેવ ૫. પૂ. શ્રી ધર્મવિજયજી મ. (ભાવિ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી) અને હું તથા અન્ય મુનિરાજો સંમેલન નિમિત્તે
અમદાવાદ આવ્યા અને અમો માણેકચોક પાસે આવેલી વીશા શ્રીમાળીની જૈન વાડીમાં ઉતર્યા. કે અમો વેરાવળથી ૪૦૦ માઇલનો વિહાર કરી મોડા પહોંચ્યા હતા. તે પછી અઠવાડિયા બાદ મુનિ કે સંમેલનની શરૂઆત થઈ હતી. ગયા ભવનું શતાવેદનીય કર્મ સારું બાંધેલું નહિ એટલે છે. ગૃહસ્થાશ્રમમાંથી જ શરીરે દુર્બળ હતો અને એકસાથે લાંબો વિહાર કરવાથી શરીર થોડું થાકી
પણ ગયું હતું. એ વખતે અમદાવાદમાં મેનીંગ જાઇટીસનો નવો રોગ ઉપદ્રવ શરૂ થયો હતો. તેથી હું છેઅમદાવાદ ભારે ચિંતામાં મૂકાઈ ગયું હતું. હું પણ થોડો માંદો પડ્યો એટલે સહુને ચિંતા થાય છે છે તે સ્વાભાવિક હતી પણ એ માંદગી પથારીવશ જેવી ન હતી. ગુરુકૃપાથી થોડા દિવસમાં થોડીક તે સ્વસ્થતા પ્રાપ્ત થઈ. દ્રવ્યાનુયોગના વિશિષ્ટકોટિના જ્ઞાતા, તત્ત્વજ્ઞાનને સરળતાથી સમજાવવાની કે જેમની કલા અનેરી હતી એવા મારા ગુરુદેવ પૂ. શ્રી ધર્મવિજયજી મ. પાસે નવતત્ત્વના અર્થ ભણી
ચૂક્યો હતો. વિહારમાં પણ અભ્યાસ ચાલુ રહ્યો હતો. દ્રવ્યાનુયોગ અંગેનું તેઓશ્રીનું કેટલુંક ચિંતન તે જોઈને હું ઘણીવાર મુગ્ધ બની જતો. કયારેક કયારેક લોકો સાથે નવતત્ત્વના વિષય ઉપર ચર્ચા 8 કરે ત્યારે તેઓશ્રી ખૂબ સરસ રીતે ખીલી ઉઠતા હતા.
એક વખત રાતના ગુરુ મહારાજ સાથે જ જ્ઞાન અંગેની ચર્ચા-વિચારણા ચાલતી હતી ત્યારે કે મેં મારા ગુરુમહારાજને વિનયપૂર્વક વિનંતી કરી કે સાહેબજી ! આપ નવતત્ત્વની ટીકા રચીને ? કે મેં જરા અનુનય-વિનયથી વિનંતી કરીને તેઓશ્રીને લખવા માટે ઉત્તેજિત કર્યા. તે પછી એમ નક્કી છેકર્યું કે પૂજ્ય ગુરુદેવોની આજ્ઞા અને આશીર્વાદ મળે એટલે કામ શરૂ કરવું. જો કે તેઓશ્રીનો
સંસ્કૃત ટીકા લખવાનો પ્રયાસ પહેલો જ હતો, એટલે તેઓશ્રીને થોડો સંકોચ થતો હતો, પણ પૂજય કે ગુરુદેવની વિદ્વતા, તત્ત્વજ્ઞાનના વાંચનની વિશાળતા એટલે મેં કહ્યું કે આપ કામ શરૂ કરશો એટલે કે કામ થઇ જશે, એમ કરી પ્રોત્સાહિત કરતો રહ્યો. ટીકા કરતાં કરતાં અવરનવાર અમારા વચ્ચે
સવાલ જવાબ પણ થતાં, ત્યારે હું તો તદ્દન સામાન્ય કક્ષાનો નાની ઉમ્મરનો વિદ્યાર્થી-શિષ્ય હતો, કે છે પણ મારા ઉપર ગુરુકૃપા ભારે હતી. પૂ. દાદાગુરુના સહકાર સાથે શુભ મુહૂર્ત નક્કી કર્યું અને તે છે તે જ મુહૂર્તે ટીકા લખવાનું મંગલ કાર્ય શરૂ કર્યું.