________________
<+>*****
**********
પોતે જ આપણને સ્પષ્ટ સમજ આપે છે. તાત્પર્ય એ કે અંતમાં દરેક પદને અંતે ‘સ્વાહા' પદ મૂકવું જ જોઈએ. આત્મરક્ષા બોલતાં બોલતાં ચેષ્ટા કરીએ તો ‘સ્વાહા' શબ્દ નવકાર મંત્રના કોઈ પદ સાથે જોડાય નહીં અને આત્મરક્ષા માટે દરેક પદે પદે સ્વાહા હોય એ વધુમાં વધુ વ્યાજબી વાત લાગે છે, છતાં વિદ્વાનો વિચારે! એમ છતાં લાંબા વખતથી ચાલી આવતી પ્રથા છોડવી કોઈને ગમે યા ન ગમે એટલે આત્મરક્ષાના શ્લોકો પણ સાથે આપ્યા છે અને શ્લોકો ચિત્રમાં પણ આપ્યાં છે.
નવ ચિત્રોમાં એક એક રક્ષા બતાવી છે. સ્વતંત્રરૂપે એક જ રચના બતાવી છે. જે જે પદથી જે જે કરવાની હોય તે જ. ઋષિમંડલ યન્ત્ર પૂજન વિધિની પોથીમાં આ બધા ચિત્રો
છાપવામાં આવ્યાં છે.
૧૪ માં પાનામાં પચીસેક વરસ પહેલાં બહુ જ ઉપયોગી બુદ્ધિપૂર્વક દોરાવેલું ચિત્ર છાપ્યું છે. એક જ ચિત્રમાં સંપૂર્ણ આત્મરક્ષાના મંત્ર પદો અંકો સાથે આપીને ચિત્ર બનાવ્યું છે. આત્મરક્ષાના આ અગિયારે અગિયાર ચિત્રો (પ્રાયઃ) લગભગ ત્રીસેક વરસ પહેલાંના કરાવેલાં
છે.
ખાસ સૂચના—પ્રારંભની તમામ ક્રિયાનાં ચિત્રો પદ્માસને બતાવાયાં છે, એનો અર્થ એ કે આ બધી ક્રિયામાં પદ્માસન કરવું જરૂરી છે. પરંતુ આજે પદ્માસન કરવાની પ્રથા લગભગ
બંધ પડી છે.
૧૩ મા પાનામાં ‘પંચ પરમેષ્ઠિની મુદ્રા-આકૃતિ' એ હેડીંગ નીચે પાંચ પરમેષ્ઠીઓની પાંચ મુદ્રાઓ છાપવામાં આવી છે. અરિહંતની મુદ્રા અષ્ટમહાપ્રાતિહાર્ય સાથે છાપવામાં આવી છે. સિદ્ધની મુદ્રા આકાશમાં છે એ બતાવવા બંને બાજુએ આકાશ બતાવામાં આવ્યું છે. આચાર્યની મુદ્રા વ્યાખ્યાનની બતાવી છે. ઉપાધ્યાયજીની મુદ્રા બીજાઓને જ્ઞાન આપતા પાઠક– શિક્ષક તરીકે બતાવી છે. ઉપાધ્યાયની આગળ ઠવણી ઉપર પુસ્તક મૂકવામાં આવ્યું છે. સાધુની મુદ્રા અહીંઆ માળા ગણવા સાથેની બતાવી છે. સાધુની મુદ્રા કાયોત્સર્ગ ધ્યાનની પણ બતાવી શકાય છે.
પંચપરમેષ્ઠીઓ કેવી રીતે ચીતરવા એ માટે ઘણી પૂછપરછ થતી હોય છે તેથી અમોએ અમારી દૃષ્ટિએ અમુક પ્રકાર નક્કી કરીને ચિત્રો કરાવ્યાં છે.
હવે પછી પૂજનના પ્રારંભમાં નાની નાની કરાતી વિધિના ચિત્રો આપ્યાં છે. દશમા પાનામાં હ્રદયશુદ્ધિ બતાવી છે, એ હૃદયશુદ્ધિ ડાબા હાથે જ કરવાનું કહ્યું છે.
તે પછી મંત્રસ્નાનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ લખીને બે ચિત્રો છાપ્યાં છે. પૂર્વાર્ધમાં પદ્માસન કરીને બે હાથ છાતીને અડીને અંજલિ મુદ્રારૂપે બતાવ્યા છે. તે એટલા માટે કે સ્નાન કરવાનું હોવાથી સ્નાન પાણીથી જ થાય છે અને પાણી હંમેશા હાથની અંજલિમાં પ્રથમ ભેગું કરવાનું હોય છે. એ અંજલિમાં વિવિધ પવિત્ર નદીઓનાં જળ કલ્પનાથી મારા હાથમાં ભર્યાં છે. તે મહાન પવિત્ર નદીઓનાં નામનું સ્મરણ કરીને તે જળ વડે મારા આખા શરીરને કલ્પનાથી સ્નાન
» <3<WS-+> vs[ ૬૩૦ ] s>se-<+-18H+