________________
કરી નાંખવામાં આવે છે. સાચી રીતે આ ન્યાસ જો કરવો હોય તો દરેક તત્ત્વની આકૃતિ, એનો રંગ સહિત અક્ષરનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. એક હાથથી નહિ સાચી રીતે તે ન્યાસ બે હાથથી શરીરના લલાટથી લઈને પગ સુધીના નક્કી કરેલા અંગો ઉપર કરવાનો છે.
આનું ચિત્ર જુઓ. પગના ઘુંટણથી લઈને લલાટ સુધી આરોહ શબ્દ મૂકીને અને જમણી બાજુએ અવરોહ શબ્દ મૂકીને પાંચ બીજો બતાવવામાં આવ્યાં છે. ચિત્રની નીચેના ભાગમાં પાંચ તત્ત્વોનાં નામ, આકૃતિ અને રંગની ઓળખાણ આપી છે. તેની બરાબર ધારણા કરી લેવી. રોજ પ્રેકટીસ થાય તો કિંદ ન ભૂલાય.
આત્મરક્ષા-વજ્રપંજર સ્તોત્રના ચિત્રો
આત્મરક્ષા-ત્યાં આત્મા શબ્દથી પોતાની રક્ષા સમજવી. એનું બીજું નામ વજ્રપંજર છે. આત્મરક્ષા હાથની ચેષ્ટાઓ સાથે પૂરેપૂરી થઈ જાય ત્યારે હાથની ચેષ્ટાઓ દ્વારા વજૂના બનાવેલા પાંજરામાં બધા અંગોની રક્ષા કરવાપૂર્વક પોતે બેઠો છે એવા ચિત્રનું સર્જન થાય. આત્મરક્ષા-વજ્રપંજર સ્તોત્ર પૂરેપૂરું બોલી રહ્યા પછી વજૂનું પાંજરૂ કેવી રીતે તૈયાર થાય છે તે માટે તમો બરાબર ધ્યાનપૂર્વક જૈનસંઘના ઇતિહાસમાં પહેલી જ વાર તૈયાર થએલી ક્યાંય જોવા ન મળે તેવી ૧૪માં પાનામાં છાપેલી આકૃતિ નિહાળો.
આત્મરક્ષાના અહીંયા દશ ચિત્રો આપવામાં આવ્યાં છે. (પહેલાં ચિત્રનો ક્રમ જાળવ્યો નથી જે વાત ઉપર કહી દીધી છે) છેલ્લાં ૫૦ વરસથી નવસ્મરણ સહિત છપાતાં પુસ્તકોમાં આ આત્મરક્ષા સ્તોત્ર પ્રાયઃ બધા જ પુસ્તકોમાં છાપવામાં આવે છે. એમાં પહેલા શ્લોકમાં ‘પરમેષ્ઠિ નમસ્કાર’ આ ચરણ-પદ એની આગળ પ્રારંભમાં ઔં છાપેલો હોય છે. તેથી સર્વત્ર ૐનું ઉચ્ચારણ કરાય છે. પરન્તુ અહીંયા ઓની કોઈ જરૂર નથી. ઓંનું કોઈ પ્રયોજન નથી. ઓં મૂકવાથી આઠ અક્ષર હોવા જોઈએ તેની જગ્યાએ નવ થઈ જાય છે. એટલે કોઈએ ઓ છાપવો જોઈએ નહિ, બોલવો જોઈએ પણ નહીં. પહેલો શ્લોક માત્ર મંગલાચરણરૂપેનો શ્લોક છે. એ શ્લોક બે હાથ જોડીને બોલવાનો હોય છે. અત્યારે વરસોથી સર્વત્ર આત્મરક્ષાના શ્લોકો બોલતા બોલતા હાથો દ્વારા તે તે જગ્યાએ હાથનો સ્પર્શ કરીને આત્મરક્ષા પૂરી કરવામાં આવે છે, પણ ઘણાં વરસો અગાઉથી મને તે વાત બરાબર બંધબેસતી ન હતી. આ આત્મરક્ષાસ્તોત્ર કડીબદ્ધ બોલવા માટેનું નથી, પરન્તુ આત્મરક્ષા કરવા માટે નવકારમંત્રનું એક એક પદ બોલીને ક્યાં ન્યાસ કરવો તેની સૂચના આપતું આ સ્તોત્ર છે એટલે ‘ઓ નમો અરિહંતાણં સ્વાહા' બોલીને માથા ઉપર મુગટની કલ્પના કરવાની. પછી ‘ઓં નમો સિદ્ધાણં સ્વાહા' બોલીને મુખની રક્ષા કરીએ છીએ, એટલે ચિત્રની અંદર પ્રથમ પસંદગી મેં નવકારમંત્રના પદને આપી છે અને હકીકતમાં જોઈએ તો મને મારી સમજ સાચી અને વ્યાજબી લાગે છે. આ આત્મરક્ષા સ્તોત્રમાં આઠ પદોની વાત કર્યા પછી નવમા પદમાં (શ્લોક પાંચ પછી) ‘સ્વાહાનં ૬ વયં સેવ’ કહ્યું છે એનો અર્થ એમ થાય કે ‘દરેક પદ સ્વાહાન્ત હોવું જોઈએ' એમ તમારે સમજવું. સ્તોત્રકાર
૧. પુસ્તક છપાવનારા સાધુ-સાધ્વીજીઓ અને બુકસેલરો બરાબર આ વાત ધ્યાનમાં રાખે. <> <><+દ૨ [૬૨૯ ]
<+>