________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પ્રેરણા અને પ્રકાશ આપતું એક સુંદર
પ્રવચનની પ્રસ્તાવના
1
વિ. સં. ૨૦૪૨
ઇ.સત્ ૧૯૮૬
વક્તાની વાત
(બીજી આવૃત્તિમાંથી) અહીં પ્રગટ થતાં વ્યાખ્યાનની મારા હાથે લખેલી નકલ સંગ્રહમાંથી મળી આવી. ' તેના ઉપર નજર કરતાં લાગ્યું કે તેને વ્યવસ્થિત રીતે સંકલન કરી, સુવ્યવસ્થિત કરવામાં આવે તો તે સુવાચ્ય બની શકે. તે વખતની ભાષા અને બોલવાનું તે વખતનું ધોરણ અકબંધ રહે તે ખ્યાલ રાખીને જ્યાં જ્યાં ખાસ જરૂર પડી ત્યાં જ સુધારા વધારા કરી મઠારી છે. સંસ્થા આજે પ૭ પાનામાં છપાએલું સર્વ સામાન્ય જનતાને પ્રેરક બને એવું આ વ્યાખ્યાન પ્રકાશિત કરી રહી છે. - આ વ્યાખ્યાનની પ્રેસકોપી જયારે જોઈ ત્યારે મને સાશ્ચર્ય નવાઈ લાગી. શું આવું વ્યાખ્યાન મેં આપ્યું હતું? શું હું આવું બોલી શક્યો હતો? ના, ના. ભૂતકાળની વાતનું જરાપણ સ્મરણ ન હોય ત્યારે અને એકાએક વ્યાખ્યાન કોપી જોવા મળે ત્યારે આવા વિચારો ઉદ્ભવે તે સ્વાભાવિક છે.
- આ વ્યાખ્યાન તાત્ત્વિક કે દ્રવ્યાનુયોગ પુટિત નથી. તે માત્ર એક જનરલ-લાઈટ વ્યાખ્યાન છે, સુપથ્ય અને સુવાચ્ય છે એટલે સામાન્ય જનતાને તે જરૂર ઉપયોગી થશે, તેમજ પ્રભાવનાદિરૂપે આપવા માટેનું એક સાધન બની રહેશે, એમ સમજી તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે. નાનકડું આ વ્યાખ્યાન વાચકોના હૃદયમાં પ્રેરણા અને પ્રકાશ આપે એવી શુભકામના સાથે શાંતિઃ
-યશોદેવસૂરિ
જ