________________
- અંગ ઉપાંગ પયના છેદસૂત્રો મૂલસૂત્રો ચૂલિકાસૂત્રો - ૧૧ + ૧૨ + ૧૦ + ૬ + ૪ + ૨ = બધું મલીને ૪૫ + આગમો થયા. તે
પાલીતાણા જૈન સાહિત્યમંદિરને સ્પર્શતી તેની અગાસીના કઠેડામાં પોથી-પુસ્તકાકારે પત્થરથી બનાવેલા, રસ્તા પરથી જોઈ શકાય. એવી નાનકડી ગોઠવણીની સાહિત્યકલારસિકો છે. માટે જાણવા જેવી એક વાત અત્રે રજૂ કરી છે.
પાલીતાણાના જૈન સાહિત્યમંદિરનું સર્જન માત્ર મારી ઇચ્છાના કારણે જ, પૂજયપાદ ન ગુરુદેવે કરાવ્યું. અને સમગ્ર સાહિત્યમંદિરનો પ્લાન પણ મેં જ સં. ૧૯૯૨ની સાલમાં - પાલીતાણામાં ચંપાનિવાસમાં દોરેલો હતો. ઉપાશ્રય અને જ્ઞાનમંદિરમાં કઈ કઈ સવલતો હોવી જ જોઈએ? અને આધુનિક સ્થાપત્ય કેવું બનાવવું જોઈએ? એનું મને ઠીક ઠીક જાણપણું હોવાથી
એ રીતે જ પ્લાન દોર્યો. મુકામ તૈયાર થયું ત્યારે સેંકડો માણસો રોજે રોજ જોવા આવતા.
ભવ્ય દેખાવ, પાલીતાણામાં ભલે ઘણું જ નાનું છતાં પણ એક નમૂનેદાર સ્થાપત્ય અને તેમાં ને તમામ સુવિધાઓ જોઈ ધર્મસ્થાનના આયોજન-આયોજકની ઘણી અનુમોદના કરતા હતા.
આ ડીઝાયન જ્યારે કરી ત્યારે મારી શક્ય એટલી બધી ભાવનાઓ-વિચારોને થોડું થોડું પણ સ્થાન આપ્યું હતું. એ બધું અહીંઆ લખવાનું સ્થાન નથી, છતાં મહત્ત્વની એક વાત છે. જણાવી દઉં કે આ મુકામ બહારથી જુએ તો તેને “આ જૈન જ્ઞાનમંદિર છે' એમ લાગવું છે
જોઈએ. એટલે આ મુકામની ઠેઠ ઉપર અગાસીનો કઠેડો મેં ચાલુ ભમરીઓવાળો નહિ પણ ગણત્રી કરીને બરાબર ૪૫ આગમોની પત્થરમાં ઉપસાવેલી ૪૫ પોથીઓવાળો બનાવરાવ્યો છે. બહારથી જોનારને લાગે કે આ જૈન જ્ઞાનમંદિર કે પુસ્તકાલય જ છે. કુશળ શિલ્પીએ મારા દોરેલા નકશા મુજબ અપાતી સૂચનાને ધ્યાનમાં રાખી પોથી આકારે ૪૫ આગમો ઉપસાવ્યા અને દરેક ઉપર આગમનાં નામો પણ કોતરાવ્યાં. તે જોઈને સહુ પ્રસન્ન થયા. એક વખત આગમોદ્ધારક પૂજયપાદ આ.શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ સાહિત્યમંદિર પધાર્યા ત્યારે મેં સડક ઉપરથી જ કહ્યું કે, “સાહેબજી ઉપર અગાસીનો કઠોડો જુઓ’ તેમને ઉપર નજર કરી, મેં સંકેત કર્યો. પછી રસ પડ્યો, નામો વાંચ્યા અને ઘણા રાજી થયા, અને મને કહે કે ભાઈલા આવી કલ્પના તને કયાંથી સુજી? મેં કહ્યું કે આપની કૃપાથી. પાલીતાણા જનારા સમય હોય તો ઉપર નજર નાંખજો. અત્યારે તો તડકો અને વરસાદના કારણે પાંચ વરસમાં નામો બગડી
ગયાં છે, અને બહું ઉંચે બતાવેલા હોવાથી ડોકીયું ઉંચું કરે તો જ ખ્યાલ આવે પણ આજના : દોડાદોડીના ધમાલીયા જીવનમાં જોવાનો સમય પણ ક્યાં છે?
બીજા કોઈ સ્થળે આવી ગોઠવણનો ઉપયોગ કોઈએ કરવો હોય તેને ધ્યાનમાં રાખવા - જેવી બાબત છે. પબ્લીકની જોરદાર સૂચના છે કે એક બોર્ડ નીચે મારો તો જ લોકોને ખ્યાલ ન મળશે તો જ વાંચશે, બાકી આટલા ઉંચે કોનું ધ્યાન જશે. આ માટે ટ્રસ્ટ ઘટતું કરશે.
શ્રમણી-સાધ્વીજી સંઘ માટે એક વિચાર આપણી વિવિધ સદ્ગુણોથી શોભતી ચાર હજારથી વધુ સંખ્યા ધરાવતી સાધ્વીજીની