________________
ર અને બીજી શાખાનું નામ દિગમ્બર પડ્યું. સહુથી પ્રબળ, અને અતિ બહુમતી ધરાવતો સમૃદ્ધ : - પક્ષ હતો શ્વેતામ્બર શ્વેતામ્બર નામ ચાલી આવતી મૂલશાખાને આપવામાં આવ્યું અને બીજી કો - શતાબ્દી) નવા ઊભા થએલા મતને દિગમ્બર નામ અપાયું. દિગમ્બરોએ તો પોતાની બે ત્રણ કે
મુખ્ય માન્યતાનો આગમશાસ્ત્રો વિરોધ કરતા હોવાથી તેમને ભગવાન મહાવીરથી ચાલ્યા આવતા છે આગમો નવા છે, પ્રાચીન આગમો વિચ્છેદ ગયા છે એમ કહીને આગમો સાથે છેડો જ ફાડી નાંખ્યો. પછી ન રહ્યો વાંસ તો પછી બંસી હોય જ ક્યાંથી?
શ્વેતામ્બર પરંપરામાં સમય જતાં પડતા કાળના પ્રભાવે મુખ્યત્વે આચાર બાબતમાં તે વિચારભેદો વધતાં મતભેદો થયા, પરિણામે ઘણી ઘણી નવી શાખાઓ જન્મી. કહે છે કે ચોરાસી ગચ્છો-સંપ્રદાયો થયા. આ શાખામાં ભગવાન મહાવીરથી લગભગ ૧ હજાર વરસ , બાદ મૂર્તિ અને મૂર્તિપૂજાના વિરોધી પક્ષોનો જન્મ થયો, એ પક્ષો લીંકા, ટૂંઢિયા, સ્થાનકવાસીના નામોથી ઓળખાતા હતા. સ્થાનકવાસીમાંથી વરસો બાદ તેરાપંથી પક્ષ નીકલ્યો.
સ્થાનકવાસી જ્યારે નીકલ્યા ત્યારે મૂર્તિને માનવી તે પાપ છે એટલે મૂર્તિની માન્યતાને પૂરવાર કરનારા જોરદાર આગમો જે હતા તે બધા આગમોનો તેમણે બહિષ્કાર પોકાર્યો અને ૪૫ આગમની સેંકડો વરસથી ચાલી આવતી માન્યતાને તિલાંજલિ આપતાં ૧૩ આગમોને વિદાય આપી. જો કે તેમણે જે ૩૨ સ્વીકાર્યા છે, એમાં પણ કેટલાક આગમો એવા છે કે જેમાં મૂર્તિ અને મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત છે અને તે માનવામાં આત્મકલ્યાણ જ છે, એવું જોરશોરથી જ કહેનારા પાઠો પૂરતા પ્રમાણમાં છે, છતાં કારણ ગમે તે બન્યું હોય પણ એ આગમોને ન બાવીસમાં સત્તાવાર સ્થાન મળી ગયું એ હકીકત છે. અને એ લોકોએ એ માન્ય રાખ્યા છે. આ પણ એક વિચિત્ર અને વિષમ વાત છે.
વાચકોને આગમોની બાબતમાં કંઈક જાણપણું મળે એ ઈરાદે એ અંગે ઉપરછલ્લી સ્વલ્પ ઓળખાણ કરાવી.
હવે શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય જે સમગ્ર ભારતમાં સહુથી વિશાળ સંપ્રદાય છે, અને તમામ રીતે જે તેજસ્વી, આગળ પડતું સ્થાન ધરાવે છે તે શ્વેતામ્બર સમાજ જે ૪૫ આગમોને ને માને છે તે કયા કયા છે તેની યાદી અહીં નીચે રજૂ કરી છે.
દિગમ્બર શબ્દનો અર્થ-શબ્દમાં દિક-અમ્બર બે શબ્દ છે. દિગુ એટલે દિશા અને અમ્બર એટલે વસ્ત્ર. આકાશની દિશાઓ એ જ જેમને વસ્ત્રરૂપે કલ્પી છે તે, તેથી દિગમ્બર સાધુઓ વસ્ત્ર રાખતા નથી, એટલે કે કલ્પનાથી દિશાઓ છે એને જ વસ્ત્ર કલ્પી દિશારૂપી વસ્ત્રથી ઢંકાયેલા છે તે દિગમ્બર અને શ્વેતામ્બર એટલે થત અને ધારણ કરનારા છે. દિગમ્બરો વીર સં. ૬૦૯ અને વિ. સં. ૧૩૯ માં જન્મ્યા.