________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
જ્યોતિષ અને જવેરાતની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૪૦
४७
ઇ.સન્ ૧૯૮૪
મારે કંઇક કહેવાનું છે !
સાહિત્યવિશારદ આચાર્ય શ્રી યશોદેવસૂરિજી-પાલીતાણા
જ્યોતિષ અને જવેરાત” આ પુસ્તક અંગે ઃ—
જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવનાર માટે એક વાત પ્રારંભમાં જ કહી દઉં કે જૈન તીર્થંકર ભગવાન પ્રરૂપિત જૈન ધર્મ, જૈનશાસ્ત્ર કે જૈન તત્ત્વજ્ઞાન, જગતના કર્તા તરીકે ઈશ્વરને સ્વીકારતું નથી અને તેથી તે જગતની ચીજો તમામ ઈશ્વરે બનાવી છે, એ વાતને, તેમજ સુખદુ:ખના કર્તા તરીકે કે બનતી સારી-નરસી ઘટના માટે ઈશ્વરને જવાબદાર ગણવાની ખૂબ જ ઉંડી વ્યાપક બનેલી વાત પાયા વિનાની છે એમ કહે છે. જગત તો સ્વાભાવિક રીતે સર્જન અને વિસર્જનની ક્રિયા સાથે ચાલુ છે અને ચાલશે.
જૈનો જગતના કર્તા તરીકે એટલે બનાવનાર તરીકે ઈશ્વરને માનતા નથી એટલા ખાતર જૈનેતર વિદ્વાનો જૈનો ઈશ્વરને માનતા નથી એવો આક્ષેપ કરે છે અને જૈનોને અનીશ્વરવાદી કહે છે પણ આ વાત સર્વથા ખોટી છે. જૈનો ઈશ્વરને તીર્થંકરોને પુરેપુરી રીતે માને છે. એના વંદન, પૂજન ઉપાસના કરે છે. એના પુરાવા માટે બીજા પુરાવા બાજુએ રાખીએ પણ આ દેશના ન્હાના મોટા પહાડો ઉપર રહેલ જૈનમંદિરો સહુ જોઈ લો. આ મંદિરો જૈનો ઈશ્વરવાદી (ઈશ્વર કર્તૃક નહિ) છે એનો જગજાહેર પુરાવો છે.
આવો ખુલાસો કરીને આ પુસ્તક વિષે કે એના વિષય અંગે કંઇક કહેવા માગુ છું. આમ તો આ પુસ્તક ધાર્મિક નથી, આધ્યાત્મિક નથી, એટલે આ પુસ્તક અંગે હું શું લખી શકું! મારા વિચાર કાર્યક્ષેત્રથી આ વિષય દૂર છે, પણ હસ્તરેખા વિજ્ઞાનના નિષ્ણાત ભાવિક ભક્તજન, ભાઈશ્રી હસનઅલીજી એ મારા વરસોથી પ્રીતિપાત્ર વ્યકિત