________________
ગ્વાશ નામના પ્રકરણની દશમી ગાથામાં અને તેના મહાન ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજે તેની ટીકામાં પણ અલ્પદોષ બતાવી કૂવાનું ઉદાહરણ આપી વિશેષ લાભ બતાવ્યો છે. જેમકે કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાશે, કપડાં મેલાં થશે, ક્ષુધા-તૃષા શ્રમ થશે, પણ કૂવો ખોદાયા પછી પાણી નીકળતાં સ્વ-પરને લાભ થવાનો છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ હોવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ આખરે તો જીવોના લાભહિતમાં પરિણમે છે. તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભ ભાવોથી પરિણામે આત્માને લાભ જ થાય છે.
પ્રશ્ન : −પૂ. અભયદેવસૂરિજી મહારાજે અલ્પદોષ બતાવ્યો છે તો તેવી પૂજા સંપૂર્ણ પુણ્યબંધનું કારણ કેમ બને? તો પૂ. અભયદેવસૂરિ મહારાજે જે અલ્પદોષ બતાવ્યો છે તે પણ જયણા (એટલે કે અહિંસાના પ્રગટ પરિણામ વિનાની પ્રવૃત્તિ) નું પાલન ન કરે તો લાગે છે. પણ જો જયણા વગેરે વિધિપૂર્વક સ્નાન-પૂજાદિ કરે તો અલ્પદોષ પણ લાગતો નથી. એ દ્રવ્યસ્તવ એકાન્તે ધર્મરૂપ જ બને છે. તે નિષ્પાપ અને પુણ્યબંધનું કારણ બને છે.
પૂ. અભયદેવસૂરિ મહારાજે જે ઋત્વિય્ શબ્દ દ્વારા અલ્પદોષ બતાવ્યો છે. પણ આ શબ્દ યતનાપૂર્વકની પૂજામાં સર્વથા દોષ થતો નથી તેમ સૂચિત કરે છે. ગ્રન્થ રચનાના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞાના સમર્થનમાં પૂજા પંચાશકની ગાથા ૪૨માં આપેલા ત્િ વચનની અન્યથા અનુપપત્તિ કરી છે. ત્યાં લખે છે કે 'ગ્નિત્વિત્યંતના વિશેષેા પ્રવર્તમાનસ્ય સર્વથાપિ ન મવતી પિ દર્શનાર્થ યંવિત્ પ્રહળમું તાત્પર્ય એ કે કૂવાના ઉદાહરણથી જિનપૂજા ગૃહસ્થો માટે નિર્દોષ છે. પૂજા એ ગૃહસ્થોને અસદ્ આરંભથી નિવૃત્તિ આપે છે. તેનાથી ભાવની વિશુદ્ધિ થાય છે. પરિણામે ચારિત્રધર્મની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે તે સંપૂર્ણ જીવહિંસાથી નિવૃત્ત થાય છે–બને છે. માટે વિધિ અને ભાવની શુદ્ધિપૂર્વક કરેલી પૂજા આલોક-પરલોકના હિતાર્થે થાય છે. શુભ અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં ઈષ્ટની સિદ્ધિ પણ થાય છે. માટે મૂઢતા છોડીને શાસ્ત્રીય બાબતો વિવેકપૂર્વક, સાપેક્ષભાવે લાભાલાભનો વિચાર કરી ગ્રહણ કરવા જેવી હોય છે. બુદ્ધિ વિવેક ન દાખવે તો તેને હિંસા જ દેખાવાની અને પૂજાનો વિરોધ જ કરવાનો. પણ વિરોધની ખાતર વિરોધ કરવાની રસમ છોડીને, વિરોધી જડ વલણ તજીને, જૈનધર્મની અનેકાન્તિક ધર્મપ્રરૂપણાની પદ્ધતિને ધ્યાનમાં લેશે તો ક્રિયા એ કર્મ ખરું, પણ બંધ પરિણામ પર હોય છે. એ જોતાં પૂર્વગ્રન્થિઓ-પૂર્વગ્રહો છોડીને બાપદાદાના કૂવામાં ડૂબી નથી જવું એવો ખ્યાલ રાખશે. તેમજ ઉપાધ્યાયજી મહારાજની સમજાવટ, પખનનનું તેમજ દુર્ગતિનારી આદિનાં દૃષ્ટાંતો વિચારશે તો વિરોધી વલણ ટાળ્યા વિના નહીં રહે. અહીં ચર્ચાનો ઈશારો જ બસ છે.
પ્રતિ પરિચય
સદ્ભાગ્યે છ પાનાંની પૂરી પ્રતિ મલી આવી, જેથી પ્રથમ બહાર પડેલી મુદ્રિત પ્રતિમાં પૃષ્ઠ છમાં જે પાઠ છૂટી ગયો હતો તે પાઠ ઉમેરીને પ્રતિ પૂર્ણ કરાવી લીધી અને તે જ અહીંયા
૧.
ાવવદો ગતિ વિદ્યોત્ત્વ િિવ પૂજા પંચાશક ગાથા ૪૨.
* [૫૮૪] ***