________________
ને હિંસા અધર્મ છે, જ્યારે અહિંસા ધર્મ છે. જયાં ધર્મ છે ત્યાં કલ્યાણ છે. અને જ્યાં ન - અધર્મ છે ત્યાં અકલ્યાણ છે. જ્યાં ધર્મ છે ત્યાં પ્રકાશ, સુખ, શાંતિ અને આનંદ છે અને તે જ્યાં અધર્મ છે ત્યાં અંધકાર, અશાંતિ, દુઃખ અને શોક છે.
જૈનધર્મની ધાર્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં સાચી રીતે હિંસાનું સીધું કે આડકતરી રીતે, સૂર્મપણે કે શૂલપણે સ્થાન હોય તો તે પ્રવૃત્તિ કોઈ પણ જૈનથી કરી શકાય નહિ. આ પ્રાથમિક મૂળભૂત બાબત છે, અર્થાત્ આ જૈનધર્મનો તીર્થકર સર્વજ્ઞોએ બતાવેલો સર્વસામાન્ય સિદ્ધાન્ત છે, રાજમાર્ગ છે, એટલે એને લક્ષ્યમાં રાખી શિષ્ય પ્રશ્ન કરે છે
પ્રશ્ન –જ્યાં જ્યાં હિંસા ત્યાં ત્યાં અધર્મ છે તો પછી (સાધુ-સાધ્વીજીની વાત જુદી છે) ગૃહસ્થો તો પૂજા કરવા માટે સ્નાન કરે, પ્રતિમાજીને જલાભિષેક કરે, ત્યારે સચિત્ત-સજીવ જીવવાળા કાચા પાણીનો જ ઉપયોગ કરવો પડે છે, પુષ્પો ચઢાવે તે પણ સજીવ હોય, અગ્નિ
પેટાવે તે પણ સજીવ હોય, આ રીતે તેમાં જીવોનો જન્મ આપવાનું અને અગ્નિ બુઝાઈ જતાં તે તેનું મોત નિપજાવવાનું કાર્ય થાય જ છે. તો અપકાય-જલકાય અને અગ્નિમાં અગ્નિકાયરૂપ
શરીરો રહેલાં જ છે. તેથી ભલે અહીં બાદર એકેન્દ્રિય જીવોની હિંસા થતી હોય અને તે ધર્મ છે. નિમિત્તે હોય તો ત્યાં કરાતા દ્રવ્યસ્તવમાં એટલે પ્રભુપૂજામાં હિંસાનું પાપ લાગવાનું જ. તો
પછી તે દ્રવ્યસ્તવ એટલે પૂજાદિ કાર્યો કેમ કરી શકાય? અર્થાત્ જેમધર્મે આનો નિષેધ કરવો જ જોઈએ. આ શિષ્યનો પ્રશ્ન છે.
ઉત્તર :આનો ઉત્તર એટલે તેઓશ્રી આ ગ્રન્થમાં શાસ્ત્રની દૃષ્ટિ-સાક્ષીએ અને તર્કદલીલો દ્વારા આપે છે અને સાબિત કરી આપે છે કે પૂજા માટે સ્નાનાદિકથી લઈને કરવામાં કે આવતો દ્રવ્યસ્તવ (ભલે તેમાં હિંસા સૂક્ષ્મ સ્વરૂપે દેખાતી હોય તો પણ) પોતાને અને પરને છે. છે અનુમોદન કરવા દ્વારા સ્વપર ઉભયને પુણ્યનું કારણ બને છે. અને જ્યાં પુણ્ય છે ત્યાં ધર્મ છે
છે જ. એક બાજુ તમો હિંસા ત્યાં પાપ-અધર્મ બતાવો અને બીજી બાજુ ધર્મ નિમિત્તે થતી તે - હિંસાને અહિંસામાં ખપાવી તેને ધર્મ-પુણ્ય બતાવો, વદતોવ્યાઘાત જેવી આ વાત કેમ ગળે
ઉતરે? ત્યારે વસ્તુની સાબિતી માટે હંમેશા દષ્ટાંત-દાખલો બહુ જ અસરકારક ભાગ ભજવે છે. વળી તેથી તર્ક પૂરો સાબિત થઈ શકે છે એટલે અહીંયા પણ ગ્રંથકાર પ્રસ્તુત વાતના સમર્થનમાં પ વનાનું એક સુપ્રસિદ્ધ ઉદાહરણ ટાંકે છે. આ દૃષ્ટાંતનો ઉપયોગ સહુ ધર્મના નેતા કરતા હોય છે. “લાભાલાભ' શબ્દ આ જ પ્રશ્નની પેદાશ કહીએ તો ચાલે. એની સાથે આડકતરી રીતે હિંસા-અહિંસાની વાત સંકળાયેલી છે. ઉપાધ્યાયજીએ આ દૃષ્ટાંતનું વિશદીકરણ કર્યું એટલે વિવિધ તર્ક દ્વારા સારી રીતે આ વાત સમજાવી.
આ દષ્ટાંત આપણને એમ સમજાવે છે કે જેમ કૂવો ખોદતાં પૃથ્વી, જલ કે અગ્નિકાયાદિ છે. એકેન્દ્રિયાદિ જીવોની હિંસા તો થશે જ, પણ જ્યારે પાણી નીકળશે ત્યારે મધુર જલ દ્વારા સ્વ
પર સહુની તૃષા છીપાશે, સહુની શાંતિ-પરિતૃપ્તિ થશે. એ વખતે કૂવો ખોદાવનારને પુણ્યબંધ થશે અને જયાં પુણ્ય ત્યાં ધર્મ છે જ. અને આ વાત ભારતવર્ષમાં (૧૪૪૪) ગ્રન્થના સર્વોત્કૃષ્ટ સર્જક, મહાન આચાર્ય પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત ૫૦ શ્લોકવાળા સાતમાં પૂના