SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ન પાલન ક્યાં છે? પછી પરિણામોમાં શૂન્ય. આજના સમયમાં દંડ કે ભય વિના પરિણામ જોવા ભાગ્યેજ મળે. મૂલગુણ અને ઉત્તરગુણના માર્ગથી ઉતરી પડેલા શ્રમણ સંઘને પુનઃ મૂલમાર્ગ ઉપર એક ચઢાવવા માટે જે નીતિનિયમો ઘડાતા તેને પટ્ટ' નામ આપવામાં આવતું. આ પટ્ટક શબ્દ જૈનધર્મમાં રૂઢ થયેલો, સાધુસંઘમાં પ્રખ્યાત શબ્દ છે. વહેવારમાં તેના પર્યાયો તરીકે નિયમપત્ર, આજ્ઞાપત્ર, દસ્તાવેજ, આદેશપટ્ટકપત્ર, આચાર સંહિતા, ફરમાન આદિ શબ્દો વાપરી શકાય. ભૂતકાળમાં આવા પટ્ટકો બનાવ્યાનો ઇતિહાસ મળે છે. અહીં જે પટ્ટક છાપ્યો છે તે તો સાવ જ નાનકડો-થોડીક જ બાબતોનો સમાવેશ કરતો એ છે. એમ છતાં તે સમયની ડામાડોળ અને અનિયંત્રિત બનેલ પરિસ્થિતિનો પૂરો ખ્યાલ આપી છે. જાય છે. માનવ હૈયામાં ખોટી સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનાં આકર્ષક લાલસાનાં પરિબળો સુષુપ્ત છે હોય છે. એ બળો, અહંનો સાથ મળતાં ગમે તે નિમિત્ત મળતાં એકાએક બેઠા થઈ જાય છે અને સીધો બળવો પોકારવા સુધીની હદે પહોંચી જાય છે અને તે પછી તેને થાય છે કે કે હવે મારા સ્વતંત્ર-જીવન જીવવામાં, ન જોઈએ કોઈની રોક ને ન જોઈએ કોઈની ટોક. આ તો વિચાર જ એ સર્વાગી પતનને નોતરવાનો ભયંકર વિચાર છે. સાધુ જીવન જ એવું છે કે તે જ નિયંત્રિત જ હોય, અંકુશિત જ હોય તો જ સાધુતા ટકે અને પાંગરે. પણ વ્યક્તિના પાપના : ઉદયે તેની દયનીય સ્થિતિ બને ત્યારે કાં ગુરુ તેને સંઘાડા બહાર મૂકે, ક્યાં તે સ્વયં સંઘાડાથી ન જૂદો પડી એકલવિહારીની માણેલી મજા માણતો થઈ જાય. તાત્પર્ય એ કે સર્વકલ્યાણકર છે ગુરૂકુળવાસને તિલાંજલિ આપે છે. સઢ વિનાના વહાણની જેમ બની રહે છે. આવી પરિસ્થિતિથી છે આત્માઓ બચે એ માટે આ ગ્રન્થમાં પહેલી જ વાત ગ્રન્થકાર ઉપાધ્યાયજીએ ગુરુકૂળવાસની વાત શાસ્ત્રની સાક્ષી સાથે કરી છે. જેનસાધુને જો પોતાની સંયમરક્ષા કરવી હોય, પવિત્ર, સુંદર અને સુવ્યવસ્થિત જીવન ન જીવવું હોય તો તે સમુદાયમાં જ રહેવાથી બની શકે, બધી મર્યાદાઓનું પાલન ત્યાં જ થઈ છે શકે, એકલા વિચરવાથી સંયમજીવન ખતમ થઈ જવાનો પૂરો ભય ઊભો થવાનો અને પછી તે પોતાના તારક ગુરુ પ્રત્યે અપ્રીતિ અને વિદ્વેષભાવ જાગતાં તો પછી ગુરુ સામે વિરોધ અને પર બળવો પોકારી સાનભાન ભૂલીને ગુરુના અવર્ણવાદો બોલી તેની હલકાઇ કરે અને કરીને જ મનમાં મલકાય અને ખૂબ ખુશી મનાવે. આ દુષ્ટ-મલિન ભાવના આવે જ નહિ અને આવી હોય તો દૂર થાય એટલા માટે નું ઉપાધ્યાયજીએ પાયાની વાત તરીકે પ્રથમ વાત એ જણાવી કે... ૧. પટ્ટક જેનશ્રમણ સંઘના કામચલાઉ છતાં બંધારણ માટેનો એક પારિભાષિક શબ્દ છે. અનુમાન થાય છે. કે આવું મહત્ત્વનું બંધારણ સારી રીતે ટકી રહે એ માટે તે કદાચ કપડાં ઉપર લખવામાં આવતું હોય છે. અને કપડાંનો પર્યાય શબ્દ પર જેનોમાં, જેનસાધુઓમાં સુપ્રસિદ્ધ છે. જેમ ચોલપટ્ટો, ઉત્તરપટ્ટો વગેરે. આ પટ્ટ શબ્દને સ્વાર્થમાં 7 અન્વય લગાડીને પટ્ટશબ્દ બનાવ્યો છે. % [૫૮૦ ] ન
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy