SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ન કાળ જેમ જેમ ઉતરતો આવતો જાય ત્યારે કપાયભાવોનું પ્રમાણ અને ઉગ્રતા બંને વધતાં જતાં ન હોય છે. આજે બરાબર કલિજુગનાં દર્શન થઈ રહ્યાં છે. છેલ્લાં ૧૫ વર્ષમાં માનકષાયનું વિષ સર્વત્ર - ઉછળ્યું છે. અને હવા બધે જ પહોંચી ગઈ છે. હવે એક ઘર, એક સમાજ, એક ગામ, એક શહેર કે એક રાષ્ટ્ર એવી વાત નથી રહી. લગભગ સમગ્ર વિશ્વમાં સ્વચ્છંદતા અને વડીલોની આમન્યા ન માનવી અને ઇચ્છા મુજબ વર્તવું એવી અકલ્પનીય, અતિ શોચનીય પરિસ્થિતિ ખડી નું થઈ છે. તેણે બધાય ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. (અહીં કંઈ લેખ નથી લખવાનો જેથી સમગ્ર ચિત્ર - કે રજૂ કરી શકાય) અને એનો ભોગ ન્યૂનાધિકપણે મોટો ભાગ બનતો રહ્યો છે. એ ઉપરાંત કાળના પ્રભાવે કહો કે માનવસ્વભાવની વધુ પડતી નબળાઈઓના કારણે કહો પણ જ્ઞાન, ધ્યાન તપ અને સંયમપાલનમાં સાધુઓમાં નબળાઈઓ, કયાંક શિથિલતાઓ, ક્યાંક અનાચારો જેવી ભ્રષ્ટાચારોની પણ દુઃખદ અને અતિ અનિચ્છનીય પરિસ્થિતિઓ ઊભી થયેલી અને થઈ રહેલી જોવા મળે છે. આ જ સ્થિતિએ વધુ દૂર ન જઈએ તો હજાર વર્ષ દરમિયાન તે પણ જૈનસંઘમાં દેખા દીધી છે. જ્યારે જ્યારે શિથિલાચાર માઝા મૂકીને પોતાની લીલાઓ બતાવતો રહેવા થાય ત્યારે મું પરિણત એવા પૂ. આચાર્યો-સાધુઓ અને શ્રાવકો ચોંકી ઊઠે અને ત્યારે સહુને થાય કે હવે તે રૂકજાવ'નો આદેશ આપવો જ જોઈએ. ત્રસ્ત બનેલા શાણા, સમજુ, વિચારશીલ, ગંભીર અને તે શાસનના રખેવાળો પરસ્પર ચર્ચા-વિચારણા કરી જૈનસંઘના સંમેલનો બોલાવે પણ એની . નેતાગીરી મુખ્યત્વે જૈન શ્રમણસંઘના આચાર્યો લે, કેમકે એકલા શ્રાવકસંઘથી આ કાર્ય શક્ય ન જ નથી હોતું. અને પછી એક સ્થળે અગ્રણી પીઢ, ગંભીર પરમશ્રદ્ધાળુ બુદ્ધિમાન, ગંભીર છે સુશ્રાવકો સંચાલક રહે અને ભગવાન મહાવીરના આચારથી થોડા ઘણા વિચલિત થએલા શ્રી : શ્રમણ સંઘને (શ્રમણી સંઘને પણ) પુનઃ આચારબદ્ધ કરી સુવ્યવસ્થિત કરવા શ્રમણ સંઘના સમર્થ છે નું અગ્રણીઓ સહ શ્રમણોને પ્રેમ, સમજાવટથી, બેફામ તોફાની કે બળવાખોર બનેલા તત્ત્વોને જ પચ્ચે કડક થઈને પણ અંકુશમાં લે અને શિથિલાચારને સદંતર (નહિ કે અમુક જ) ખતમ | કરવા, સાધુધર્મને સુશોભિત અને સુવાસિત બનાવવા પરસ્પર ચર્ચા-વિચારણાનો વિનિમય કરીને નવાં નીતિનિયમો ઘડે અને તે નિયમોનું પાલન કરાવવા, દેખરેખ રાખવા, સાધુ અને શ્રાવકોની એક મજબૂત કમીટી શિક્ષા કે દંડ નીતિનો અમલ કરી શકે તે રીતે નીમે અને તે સાધુઓમાં શિથિલાચારોનો પોતાની દોષપાત્ર, ટીકાપાત્ર અને વધુ પડતી અનિચ્છનીય પ્રવૃત્તિઓનો કાયાકલ્પ કરાવે એટલે કે મૂલ માર્ગ ઉપર લાવી દે. આવી જડબેસલાક વ્યવસ્થા થતી અને એમ છતાં કોરડુ મગ જેવા સાધુઓ, બળવાખોરો, બેફામ રુઆબ કરનારા, સંઘમાં ખટપટો, કાવાદાવા, લડાવી મારવાનો ધંધો કરનારા સાધુઓ ન સુધરે તો દંડ તરીકે સંઘબહાર કરી દેતા અને પછી એ જૈનસંઘને તેની જાણ કરી દેવામાં આવતી એટલે ગામ કે નગરનો સંઘ, સંઘના ફરમાનથી એ જ સાધુઓનો કશો આદર ન કરે–અરે! ઉપાશ્રયમાં ઉતરવા ન દે, વાવ જરૂર પડે ગોચરી - કે પણ ન વહોરાવે. આજની સ્થિતિ એવી છે કે કયારેક ક્યાંક નીતિનિયમો ઘડાય છે પણ એનું
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy