SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ : : : : : : : : ધ્યાનક્રિયા–તે પછી અનુષ્ઠાનોના રિવાજ મુજબ ક્ષણવાર ધ્યાન કરવાનું છે એટલે કે ઋષિમંડલના આકાર અને તેમાં સ્થાપિત કરેલા ર૪ તીર્થકર સહિતના હીં કારને, તે પછી તે વલયમાં સ્થાપેલા દેવદેવીઓને સ્મૃતિપટમાં લાવવા. ઋષિમંડલના યત્રની આકૃતિ કેવી કુંભકળશાકારે છે તે ચિંતવવું, તે પછી બધા વલયો વગેરેનું સ્મરણ કરી તે પ્રત્યે આત્મીયભાવ જોડવો. તે પછી “ભલું થયું ને મેં પ્રભુ ગુણ ગાયા” એ ગીત ગવડાવવું. કેમકે આરતી , અને મંગલદીવો પૂર્ણાહુતિના સૂચક હોવાથી તે ઉતારી એટલે સભા વીખરાઈ જાય છે. આ સમગ્ર પૂજન ભણાવી લીધા પછી છેલ્લે શાંતિકલશ કરવો. શાંતિકલશ કેવી રીતે કરવો તે તે માટે ક્રમાંક નંબર ૫૧ મું ચિત્ર જુઓ. શાંતિકળશ અંગે ૧૨૦-૧૨૧ માં પાનામાં નીચે ફૂટનોટ-ટિપ્પણ કર્યું છે તે વિધિ કરાવનારે ખાસ જોઈ લેવું. ૧૨૨ માં પાનાંની ફૂટનોટ પણ જરૂર વાંચી લેવી. સિદ્ધચક્ર અને ઋષિમંડલમાં શાંતિકળશનો પાઠ ત્રણ ત્રણવાર બોલવાનો કહ્યો છે, પરંતુ ઘણીવાર બોલવા માટે તેટલો સમય નથી હોતો. કાં શાતિકળશનો ઘડો બહુ નાનો હોય છે. આ આ માટે ત્રણ વખતમાં પાણી કેટલું જોઈએ તે નક્કી કરી તેના માપનો ચાંદીનો કે ધાતુનો આ અષ્ટમંગલવાળો ઘડો, સોની* પાસે કરાવી લેવો જોઈએ. નહીંતર શું થાય કે શાંતિકળશનો પાઠ આ બીજીવાર બોલતા હોય ત્યાં જ ઘડો ભરાઈ જાય ને પાણી બહાર ઢોળાયા જ કરે. જો સકારણ આ આ એક જ વખત શાંતિપાઠ બોલવાનો હોય તો તે માપનો બનાવી રાખવો જોઈએ. આમ બે ન જાતના શાંતિકળશની આવશ્યકતા ખરી, પણ આ બધી બલામાં કોણ ઉતરે? શાંતિકળશપાઠ પૂર્ણ આ બોલાઈ જાય પછી શાંતિકળશનું થોડું પાણી વિધિકારે હાથમાં લઇ સભા ઉપર થોડા છાંટણા કરી લેવા જેથી સભાને અસંતોષ ન રહે! * * * * * * * * %e0%aa% * * * * * * આ ક્ષોભણક્રિયા– ક્ષોભણ એટલે સ્થાપેલા પદાર્થને ચલિત કરવાની તથા ઉંચું નીચું કરવાની ક્રિયા. આ ક્રિયા કરતાં પ્રથમ યત્ર સામે ઊભા રહીને (ચિત્રમાં બતાવ્યા મુજબની) અસ્ત્ર મુદ્રા યન્ટ સામે ઊભા ઊભા બતાવવી. મુદ્રા કર્યા બાદ યત્રને તેના સ્થાનથી જરાક ખસેડી દેવો. ક્રિયાકારકે પોતાના આ આસન વગેરેને ચલિત કરવું એટલે ખસેડી દેવું. આ અન્તિમ ક્રિયા કરવાથી પૂજન અંગેની સંપૂર્ણ જવાબદારી સહુની પૂર્ણ થઈ જાય છે. છેક્ષમાપ્રાર્થના– હવે ક્રિયા કરતાં વિધિની અશુદ્ધિ રહી હોય, ભાવની શુદ્ધિ ન જળવાણી હોય તો તે . ' ' . . . . . . . . છે અગાઉ મેં સોની પાસે બનાવડાવ્યો હતો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy