________________
તરત જ રાખવામાં આવે છે. તે જ પ્રમાણે અહીંયા પણ તે સંક્ષેપમાં આપ્યું છે.
આ યંત્ર ઉપર પ્રધાનપણે ભગવાન પાર્શ્વનાથજીની છાયા લાગે છે. કેમકે અધિષ્ઠાયકો ધરણંદ્ર, પદ્માવતી, વૈરાટ્યા ભગવાન પાર્શ્વનાથના જ છે.
ત્યારપછી ચોથા વલયમાં સિદ્ધચક્ર સ્વરૂપ અરિહંતાદિ આઠ પદોનું પૂજન તેના શ્લોકોમત્રો સાથે કરવાનું છે. આઠે પદોનું પૂજન અષ્ટપ્રકારી પૂજાપૂર્વક કરવાનું છે. અને તે પૂજાવિધિ જાણીતી છે. - ત્યારપછી પાંચમા વલયમાં ચારેય નિકાયના દેવ-દેવીઓ તથા લબ્ધિધારી એટલે કે તપ, સંયમ દ્વારા ચમત્કારિક શક્તિઓને પ્રાપ્ત થયેલા એવા મહામુનિઓનું પૂજન કરવાનું છે.
લબ્ધિઓના અર્થ કે વિવેચન લખી શકાયું નથી, મૂલમંત્રના બીજોનો અર્થ પણ આપ્યો નથી.
છઠ્ઠા વલયમાં ઋષિમંડલ સાથે સંબંધ ધરાવતી ૨૪ દેવીઓનું પૂજન છે. આ દેવીઓનાં વર્ણન, આયુધ, વાહન વગેરેનું વર્ણન એક સાથે કોઈ ઠેકાણે પ્રાપ્ત થયું નથી પણ લગભગ અજૈન ગ્રન્થોમાં જુદી જુદી સાધના કે પૂજા જ્યાં બતાવી છે ત્યાં આ નામની દેવીઓનાં વર્ણનવાળા શ્લોકો વગેરે મળે છે. સમાન નામવાળા દેવ-દેવીઓ પણ ઘણાં હોય છે, એટલે એની નોંધ અહીં આપતો નથી. અત્તમાં બે હાથ જોડીને કરવાની પ્રાર્થના અને આશીર્વાદનો શ્લોક આપીને દેવીપૂજન પૂર્ણ કરવામાં આવ્યું છે.
જેનભૂગોળ પ્રમાણે જંબુદ્વીપને ફરતા ગોળાકારે રહેલા લવણસમુદ્રમાં જંબૂદ્વીપની જમણી ડાબી બંને બાજુએ જંબૂદ્વીપમાંથી નીકળીને લવણસમુદ્રમાં ગયેલા ચાર જગ્યા ઉપર પ૬ દ્વિીપો છે. દ્વીપો પાણીમાં આવેલાં છે. મન્ત્રશાસ્ત્રમાં પાણીનું મંત્રબીજ છે, એટલે પદ ૩ ચિત્રમાં બતાવ્યા છે. એથી અહીંયા છેલ્લે કુસુમાંજલિ વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે.
તે પછી અનુષ્ઠાનના રિવાજ મુજબ મૂલમંત્રનો જાપ કરવાનો હોય છે તેથી મૂલમંત્રનો જાપ બતાવ્યો છે. આ મૂલમંત્રનો જાપ ૧૦૮ અથવા ૨૭ બેમાંથી એક સંખ્યાનો કરવાનું લખ્યું છે. સમયની અનુકૂળતા હોય તો ૧૦૮ વાર કરવો ઉત્તમ છે.
આ રીતે સમગ્ર યત્રનું સંપૂર્ણ પૂજન પૂર્ણ થયું.
પરમાત્માની દ્રવ્યપૂજા કે દ્રવ્યસ્તવ પૂર્ણ થયાં હવે પરમાત્માની ભાવપૂજા-ભાવસ્તવ એટલે મન-હૃદય સાથે મનનો ભાવ જોડવો તે. આ માટે ચૈત્યવંદનનો વિધિ કરવાનો છે. ચૈત્યવંદનની મુદ્રાનાં ચિત્રો ક્રમાંક ૪૬ થી ૫૦ સુધીનાં જુઓ અને બતાવેલી મુદ્રા પ્રમાણે શરીરને ગોઠવી અને પછી ક્રિયા કરો.
[ ૫૪૫]