________________
દેહ-શરીર. મન્ત્રને રહેવાનું સ્થાન તે યન્ત્ર. એક અર્થ આ છે. વિવિધ પ્રકારના આકારો, આકૃતિઓ પ્રત્યે લોહચુંબકની જેમ દેવો વગેરેને તેમજ વિશ્વમાં વર્તતી અદૃશ્ય શક્તિઓને પ્રેમ અને આકર્ષણ હોય છે તેથી યન્ત્રોનું દર્શન, પૂજન વગેરે ઈષ્ટ લાભને આપે છે.
ઋષિમંડલના પ્રાચીન અર્વાચીન જુદી જુદી જાતના ચીતરેલા પટો જોવા મળે છે. કયો સાચો? કોની આરાધના કરવી? એ સામાન્યજન માટે બહુ જ કપરૂં કામ છે. છતાં સંખ્યાબંધ પટો જોયા બાદ પ્રાચીન અર્વાચીન પદ્ધતિનું મિશ્રણ કરીને મેં ૠષિમંડલનો યન્ત્ર બનાવરાવ્યો છે. જો કે મન્ત્ર-યન્ત્રના જાણકારો રહ્યા નહિ, કોણે પૂછવું? છતાં વધુમાં વધુ ઉત્તમ રીતે યન્ત્ર બનાવરાવ્યો છે.
મન્ત્ર એટલે શું?
બધી જાતનું અનુકૂળ વાતાવરણ સર્જે, ઈષ્ટ કાર્યની સિદ્ધિ કરે અને બધી રીતે શાંતિ આપે અને યોગ-ક્ષેમ કરે તે.
ઋષિમંડલના મૂલ મન્ત્રના પચીસથી વધુ પ્રકારો મળ્યા છે. પણ મેં સર્વોત્તમ રીતે શુદ્ધ કરેલો મૂલમંત્ર આપ્યો છે. શ્રદ્ધાપૂર્વક મુખ્યત્વે કરેલી મન્ત્રયન્ત્રની ઉપાસના ફળ આપે છે, માટે વ્યામોહ સેવવો નહિ.
દરેક પૂજનોમાં પૂર્વસેવા અને ઉત્તરસેવા એમ બે વિભાગો હોય છે. પૂર્વસેવા એટલે પૂજન કરતાં પહેલાં પાયાની નાની મોટી જે વિધિઓ કરવાની હોય છે તેને પૂર્વસેવા કહેવાય. પૂર્વસેવા એટલે પ્રારંભનું કાર્ય—જેમાં મુદ્રાઓ સાથે આત્મરક્ષા, આવાહન સ્થાપન વગેરે વગેરે બધી ક્રિયાઓનો સમાવેશ થાય. તે પછી જ યન્ત્રાદિકનું પૂજન કરવામાં આવે છે. આ એટલા માટે છે કે પૂજન કરતાં તન-મનમાં વિઘ્ન ન પડે, બહુ શાંતિથી પૂજનકર્મ થાય. અહીંઆ પણ પૂર્વસેવા તરીકે પ્રારંભિક વિધાન છાપ્યું છે અને તેનું હેડીંગ પણ પહેલા પાનાં ઉપર કર્યું છે.
અહીંઆ આપેલા પ્રારંભિક વિધાનનો આધાર સૂરિમંત્ર કલ્પમાં કરાતી પૂર્વસેવા છે. સિદ્ધચક્ર યન્ત્ર પૂજનમાં સૂરિમંત્રની પૂર્વસેવાનો આધાર ઓછો લેવામાં આવ્યો છે. અહીંઆ પૂર્વસેવામાં બાવીશ વિધિઓ બતાવવામાં આવી છે. જે પ્રથમ પાનાંથી લઈને ૪૦ માં પાને પૂર્ણ થાય છે. દરેક વિધિને નંબર આપ્યા છે. ૨૨ વિધિનું મુદ્રણ વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું છે.
*
*
*
આમ ષટ્કર્મ કે અષ્ટકર્મના કારક તમામ પૂજનો શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ વગેરે ફળ પ્રાપ્તિ માટેનાં જ હોય છે જ, છતાં સાપેક્ષ દૃષ્ટિએ કોઇ કોઇ પૂજન માટે ખાસ વિશિષ્ટતા બતાવી હોય છે. આ ૠષિમંડલ પૂજન માત્ર એકલું શાંતિને આપવાવાળું નથી પણ સાથે સાથે પુષ્ટિને
[ ૫૩૭ ]