________________
( પ્રસ્તાવના )
કે આ પ્રતિ–પુસ્તકમાં આપેલી પૂજનવિધિ અને સમગ્ર યનો પરિચય :
લે આ. શ્રી યશોદેવસૂરિ આધ્યાત્મિક બળથી પંગુ માનવજાત કે મનુષ્ય પોતાની શક્તિઓથી અપૂર્ણ છે, અસહાય છે. તે શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, આર્થિક રીતે, સાધન અને સંપત્તિની દૃષ્ટિએ મર્યાદિત અનુકૂળતા ધરાવે છે. આખરે તે પામર પ્રાણી-જીવ છે, એટલે અવારનવાર તેને દુઃખ, અશાંતિ અને પ્રતિકુળતાઓનો ભોગ બનવું પડે છે. એ વખતે માનવને પોતાની સીમિત છે શક્તિઓનું અને પોતાની પંગુતા-પામરતાનું ભાન થાય છે. ત્યારે અસહાય બનેલો માનવી તેના નિવારણ માટે કોઈ બીજાની સહાયને ઝંખે છે અને મનુષ્યથી શ્રેષ્ઠ સર્વશક્તિશાળી માત્ર એક ઇશ્વર –ભગવાન જ છે. જે પૂર્ણ હોય, સર્વબળનો ખજાનો હોય તે જ વ્યક્તિ બીજાઓને આ સહાયક બની શકે એવી સામાન્ય સમજ સહુ કોઈ માનવીની બુદ્ધિમાં, હૃદયમાં અંતર્ગત પડેલી એક હોય છે એટલે જ ગમે તેવો મૂરખ, ગમે તેવો નાસ્તિક માણસ પણ દુઃખો, તકલીફો, કષ્ટો, પીડાઓથી જ્યારે ભરાઇ જાય, ત્રાયસ્વ કે ત્રાહિમામ્ થાય ત્યારે, ઓ ભગવાન! ઓ પ્રભુ! ઓ મારા નાથ! આવા શબ્દોના પોકારો પાડીને અદશ્ય એવા ઇશ્વરને યાદ કરીને તેની મહાન કૃપા અને શક્તિની યાચના-પ્રાર્થના કરતો હોય છે અને આશ્વાસન લેતો કે રાહત મેળવતો - ન હોય છે. આ બધી આપણા સહુના અનુભવની વાત છે.
ઈશ્વરી સહાય મળે એ માટે તેમનું નામસ્મરણ કરવામાં આવે છે. પછી તેની જલદીમાં જલદી અને વધુમાં વધુ કૃપા ઉતરે એટલા માટે કયાંયથી એની છબી મેળવીને તેના દર્શન, કાં પૂજા વગેરે કરતો થાય છે. આમ ભૌતિક સુખ-શાંતિ માટે મનુષ્ય પરમાત્માનું સ્મરણ, પૂજન, કે ધ્યાન વગેરે કરતો હોય છે.
એ જ પ્રમાણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધેલી વ્યક્તિઓ પણ પોતાની ધાર્મિક યા આધ્યાત્મિક સાધનાની પ્રગતિમાં થતી રૂકાવટોને દૂર કરવા તેઓ પણ પરમાત્માની સહાય અને આ કૃપાની અવિરત ઝંખના કરતા હોય છે એટલે તેઓ પણ પરમાત્માનો જાપ તથા પૂજન વગેરેની અનેકવિધ પ્રવૃત્તિ કરતા હોય છે. ભગવંતની વિવિધ પ્રકારે સાધના, આરાધના કે ભક્તિ એ માત્ર છે
મુક્તિનો જ લાભ આપે છે એમ ન સમજવું પણ ભક્તિ એ ભુકિત-મુક્તિ બંનેનો લાભ આપનારી બો છે. આ વાત જૈનાચાર્યોએ સ્તોત્રોમાં ઠેરઠેર લખી છે. જે દ્વારા તેઓ સિદ્ધિના સોપાન ઉપર
પહોંચવા અને એથી આગળ વધીને મુક્તિની મંઝીલ તરફ પ્રયાણ કરતા હોય છે. આ પ્રમાણે - ભક્તિ અને મુક્તિ માટે, એમ બાહ્ય અને આભ્યન્તર બંને લાભો ઇશ્વરી સાધનાથી મળે છે.
======= ================ [૫૩૫] iw inimite immi is as