________________
ક્રિયાકારકો પાછળ પડ્યા. છેવટે ૧૪-૧૫ આની જેટલું વ્યવસ્થિત શુદ્ધ સંકલન કરી લહીયા છે પાસે પાંચ સાત પ્રતિઓ લખાવી ક્રિયાકારકોને આપી અને તેઓએ તે ઉપરથી પૂજન ભણાવવું શરૂ કરી દીધું એટલે તત્કાલ પૂરતો સંતોષ થયો. અમદાવાદ, સુરત, મુંબઈ, છાણી, ખંભાતના ક્રિયાકારકો પ્રતિ જલદી પ્રગટ કરવા વારંવાર પ્રેરણા કરતા રહ્યા. બીજી અનેક પ્રવૃત્તિઓ જેથી
આ કામ થઈ શકતું નહિ. છેવટે તેની રીતસર પ્રેસકોપી ૨૦૩૦માં વાલકેશ્વર હતો ત્યારે તેયાર કરી પરંતુ આગળ પાછળની વિધિઓ વધુ વ્યવસ્થિત કરવાનું અગત્યનું કાર્ય બાકી હતું. આમ જોઈએ તો કામ તો મહિનાનું પણ ન હતું પણ હાથ પર લેવાય નહિ ત્યાં સુધી શું થાય? એ તો પંચસમવાય ભેગા થાય ત્યારે જ કાર્યસિદ્ધિ થાય.
તે પછી પાલીતાણા આવવાનું થયું અને ૨૦૩૩માં પ્રેસકોપી વધુ વ્યવસ્થિત કરી ને ભાવનગર વૈદ્યનાથ પ્રેસમાં તેનું મેટર છાપવા માટે આપ્યું. કશળ મુદ્રણકાર પરસોતમ રોજેરોજ પ્રફ લઈ ભાવનગરથી આવતા જતા રહ્યા. પોતે કુશળ દૃષ્ટિવાળા એટલે મારી ૮૦ ટકા ધારણા છે મુજબ કામ કરી આપ્યું. ટાઈપો મને મનગમતા મળી ગયા. વૈદ્યનાથ પ્રેસના ભાવિક ભાઈઓએ પણ સારો સહકાર આપ્યો, અને એ કામ વરસમાં પૂરું કર્યું. પછી વાત આવી પ્રસ્તાવનાની. અમારા જેવાને પ્રસ્તાવનાની લપ મોટી હોય. કંઈક વધુ જ્ઞાન-સમજ આપવી અને વિશિષ્ટ દિગ્ગદર્શન કરાવવું આવો એક જાતનો મોહ, પણ બીજી બાજુ એવું લખવા શાંતિનો સમય અને મૂઢ મળે નહિ, અને પ્રસ્તાવના લખાય નહિ. પછી નક્કી કર્યું કે પ્રસ્તાવના લખ્યા વિના જ બહાર પાડી દેવું. કેમકે બ્રેનની સ્થિતિ વ્યાધિગ્રસ્ત બનવાથી હવે જે જાતની પ્રસ્તાવના કે અનુષ્ઠાનનાં રહસ્યો બતાવવાની ભાવના હતી તે પૂરી કરવાની શક્યતા ઘટી, છતાં પણ પ્રકાશન કરી થઈ ન શક્યું. અને વરસ લંબાઈ ગયું. છેવટે આ સાલ ૨૦૪૩ના જેઠ માસમાં પ્રસ્તાવના જેમ તેમ કરી પૂરી કરી. ઘણા મુદ્દાઓ લખવા જતા કરવા પડ્યા પણ હવે મારી શારીરિક પરિસ્થિતિ જોતાં વિલંબ કરવો અનુચિત હતું એટલે ભક્તિ શું ચીજ છે! સર્વસાધનામાં સહુ જ માટે એ કેવી સર્વોપરિ છે વગેરે બાબતોનો જરૂરી નિર્દેશ કરી આ પ્રત બહાર પાડી દીધી ને છે. આથી મારા વંદનીય શ્રમણો, મારા ભકિતવંત વિધિકારો અને આવી બાબતમાં રસ ધરાવતા સંઘના સંતાનોને પૂરો નહીં તો થોડો સંતોષ જરૂર થશે.
આમાં રહેલી અપૂર્ણતા અને ખામી શું શું રહી છે તેથી હું સભાને છું પણ વાચકો એ તો તરફ ન જોતાં સહુ સદુપયોગ કરે અને ખામીઓ તરફ મારું ધ્યાન દોરે. બીજી આવૃત્તિનો આ પ્રસંગ ઊભો થાય ત્યારે ખામીઓ નીકળી જાય અને પ્રતા વધુ સારી બને તે માટે નિઃસંકોચપણે તો મુક્તમનથી સૂચનો-ખામીઓ લખી જણાવે.
હવે અન્તમાં મુખ્ય વાત કહેવાની બાકી રહી, તે એ કે, સં. ૨૦૧૪ માં મારા પરમતારક, અકારણ પરમ વાત્સલ્ય ધરાવનાર, પૂજ્યપાદ દાદાગુરુ આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજે , પૂજનવિધિઓ બહુ સરલ, વધુ સમજણવાળી અને ચિત્રોવાળી બનાવવા ઈચ્છા પ્રદર્શિત કરતાં
કહ્યું કે ૧૮ અભિષેકની પ્રત, નંદ્યાવર્ત પૂજન અને શાંતિપૂજન, અરિહંત ભગવંતનું મહાપૂજન ખ અને એ પત્યા પછી અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિઓ પ્રાચીન અર્વાચીન પ્રતિઓ નજર સામે રાખી
કરી ને કોલ કરી [ ૫૩૨ | કરવા કડક
1
હલકા હતી તે છે કે