________________
shese 6 sesse se she sJe se she slee se se sese she we see sese see ee કર આવતાં મારે મુખ્ય બાબત પ્રથમ એ જોવાની હતી કે નાદનું પૂજન એમાં છે ખરૂં? જો હોય તે તો એ પ્રત પ્રામાણિક, શુદ્ધ અને પૂર્ણ સમજું, અને ખરેખર જણાવવું જોઇએ કે નાદનું પૂજન છે
તેના યથાર્થ શ્લોકો સાથે હતું એટલે અનહદ આનંદ થયો. જો કે શ્લોકો લહીઆએ ઘણા અશુદ્ધ ને લખેલા હતા. વળી ક્યાંક ક્યાંક કાગળ ફાટી જવાથી શ્લોકો પૂરા ન હતા. હવે અમારે આ
શ્લોકોનું અનુસંધાને નવેસરથી બધું કરવાનું હતું. ખૂબ પરિશ્રમને અંતે તે શુદ્ધ કર્યા પણ કેટલીક જગ્યાએ કયા અક્ષરો, શબ્દો મૂકવા કે જેથી અર્થસંગતિ થાય એ માટે નિર્ણય ન કરી શક્યો. છેવટે મારા પરમતારક, વિર્ય, સંસ્કૃત ભાષાના ઉંડા જ્ઞાતા ગુરુદેવનો સહકાર લીધો, શ્લોકો બેસાડવા પરસ્પર મથામણ કરી ચર્ચા-વિચારણા કરી, તે શ્લોકો અર્થસંગતિ જળવાઈ રહે એ રીતે અમારી રીતે પૂર્ણ કર્યા. પરિણામે તે પ્રત તૈયાર થઈ ગઈ. પછી મેં તેની પૂર્વસેવા-પ્રારંભિક
વિધિ, પશ્ચાવા-પશ્ચાવિધિ તૈયાર કર્યો. લગભગ સમગ્ર પૂજનવિધિને ઠીક ઠીક રીતે તૈયાર ન કરી લીધો. પછી પાટણવાળા શેઠ ભગુભાઈ ઉત્તમચંદભાઈને ઋષિમંડલ-પૂજન ભણાવવા ભાવના ન થઈ. ત્યારે મને થયું કે આ પૂજન સેંકડો વર્ષો બાદ પહેલીવાર ભણાશે, કેમકે ૩૦૦ વરસથી જ હું બીજ ઉપરનો ‘નાદ' ભૂલાઈ ગયો એટલે નાદનું પૂજન તો બંધ જ થઈ ગયેલું. બીજી બાજુ આ . શ્વેતામ્બર-મૂર્તિપૂજક સંઘમાં આ પૂજનની ખાસ પ્રવૃત્તિ પણ ન હતી. ધર્માત્મા શ્રી ચંદનમલ તિ
નાગોરીજી જેવા કોઈ કોઈ ક્યારેક ભણાવતા પણ તે મારવાડમાં, ગુજરાત, મહારાષ્ટ્રમાં તો ભાગ્યેજ ભણાવાયું હશે અને જે વસ્ત્ર પૂજનમાં વપરાતું તે નાદ વિનાનું જ, આકાર, વલય, રચના વગેરેથી પણ અશુદ્ધ હતું. મળેલી પ્રતિની બીજી નકલ કયાંયથી પ્રાપ્ત ન થઈ, એક જ પ્રતિ અકસ્માતની જેમ અચાનક મળી ગઈ. પણ જેની હું ઝંખના કરતો હતો તે નાદાકૃતિના આ વિધાનવાળી જ મળી ગઈ. જેથી મારા આનંદનો પાર ન રહ્યો.
પહેલીવાર આ પૂજન વાલકેશ્વર ભણાવવું એમ નક્કી થયું. આ પ્રસંગે મંત્રવિદો, મંત્ર તંત્રના જાણકારો, રસિકો, વિધિવાળાઓ વગેરેને ખાસ નોતર્યા હતાં. માંડલું કરવા નિમિત્તે વચલો હીં કાર ગોળાકાર પતરાંનો સવા બે ઈચના પંચધાતુના ૨૪ તીર્થકરો અને કૂટાક્ષરો સહિત રંગ પૂરી સુંદર અને શ્રેષ્ઠ બનાવરાવ્યો હતો. ખાનાંઓમાં મૂકવાની ધાતુની પટ્ટીઓ નામ સાથે બનાવરાવી હતી. માંડલું સરસ બનાવેલું અને પછી સમગ્ર પૂજન વિધિવિધાનની મહત્તા, રહસ્યો, મુદ્દાઓ તમામની સમજણ આપવા સાથે ભણાવવામાં આવ્યું અને શ્રોતાઓને ઘણું નવું નવું જાણવા-સમજવાનું મળતાં અપાર આનંદ થયો હતો. મંત્રશાસ્ત્રના ઉંડા અભ્યાસી શેઠ અમૃતલાલ દોશી વગેરે ઉપસ્થિત હતા.
આપણા સમાજમાં ઋષિમંડલ ભણાવાતું હતું નહિ અને જે રીતે, જે જાતનું વાલકેશ્વરમાં ન ભણાવાયું, તે રીતનું તો કયારેય ભણાવાયું ન હતું એટલે સહુએ એક નવો જ આનંદ અનુભવ્યો. હાજરી ખૂબ ચીકાર હતી.
ત્યારપછી સમય જતાં પ્રત છપાવવાની માંગણીઓ વધવા માંડી પણ જો બીજી પ્રતિઓ મળે તો સંશોધન શુદ્ધિ કરી પછી આગળ વધવું એમ રાખેલું પણ આને મળતી બીજી પ્રતિ છે ક્યાંથી મળી નહિ એટલે મેં છાપવા માટેની પ્રેસકોપી કરવાનું માંડી વાળ્યું. વરસો વીતતાં
fieri iii jai [ ૫૩૧ ] minimiiiiiiii
-
-
-
-
-